નોંધનીય છે કે 23.8 મિલિયન ફોલોઅર્સની સાથે વડાપ્રધાન મોદી ભારતમાં ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. ફોલોઅર્સ ઓછા થવા પાછળ બે કારણો હોઇ શકે છે. પ્રથમ એ કે લોકોને નરેન્દ્ર મોદીનો નિર્ણય પસંદ આવ્યો નથી. બીજુ એ કે ટ્વિટરે સ્પેમ એકાઉન્ટ્સ ડિલીટ કર્યા છે. એવું માનવામાં આવે છે કે અનેક નેતાઓ નકલી એકાઉન્ટ બનાવીને ટ્વિટર ફોલોઅર્સ વધારે છે.
2/3
નવી દિલ્લીઃ વડાપ્રધાન મોદી દ્ધારા 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત બાદ દેશભરમાં સરકારના આ નિર્ણયને લઇને મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. અનેક લોકોએ આ નિર્ણયને કાળા નાણા સામેની લડાઇ માટે યોગ્ય ગણાવ્યો તો ઘણા લોકોએ તેને પરેશાન કરનારો ગણાવ્યો હતો. લોકોની નારાજગી ટ્વિટર પર પણ જોવા મળી હતી. મોદી ટ્વિટર પર અગાઉથી એક્ટિવ છે પરંતુ આ જાહેરાત બાદ મોદીના ફોલોઅર્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
3/3
માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર થર્ડ પાર્ટી ડેટા એનાલિટિક વેબસાઇટ ટ્વિટર એકાઉન્ડના ડેટાના કહેવા પ્રમાણે, 9 નવેમ્બર નરેન્દ્ર મોદીના ટ્વિટર ફોલોઅર્સમાં લગભગ 3 લાખ યુઝર્સ ઓછા થઇ ગયા છે. તે સિવાય સોશિયલ મીડિયા એનાલિટિક વેબસાઇટ ટ્રકાલિટિક્સના ડેટા પ્રમાણે, એક દિવસમાં નરેન્દ્ર મોદીના 3.18 લાખ ટ્વિટર ફોલોઅર્સ ઓછા થઇ ગયા છે. રસપ્રદ વાત એ છે કે આ અગાઉ મોદીના ફોલોઅર્સમાં સતત વધારો થઇ રહ્યો હતો કારણ કે એનાલિટિક વેબસાઇટમાં સતત વધારો થઇ રહ્યો છે.