શોધખોળ કરો
‘નમો એપ’ નક્કી કરશે 2019માં સાંસદો-ધારાસભ્યોનું ભવિષ્ય, PM મોદીએ જનતા પાસે માંગ્યો પ્રતિભાવ
1/5

2019ની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે જનતા પાસેથી પોતના સાંસદ અને ધારાસભ્યના રિપોર્ટ કાર્ડ માંગ્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે જનતાની કસોટીમાં જે ખરું ઉતરશે તેને 2019માં ફરી તક આપવામાં આવશે.
2/5

નમો એપમાં કેટલાક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે, 1) તમે તમારા સાંસદ અને ધારાસભ્યોના કામકાજથી કેટલા ખૂશ છો? 2) તમારા રાજ્ય અને વિસ્તારમાં ત્રણ સૌથી લોકપ્રિય ભાજપના નેતા કોણ છે? 3) કેન્દ્ર સરકાર અને જે રાજ્યમાં ભાજપ શાસિત સરકાર છે, ત્યાં ત્રણ પોલિસી જે તમારા વિસ્તારમાં સૌથી વધારે ચાલી. 4) શું તમને લાગે છે કે સરકાર ઝડપી કામકાજ કરી રહી છે?
Published at : 02 Jun 2018 04:35 PM (IST)
View More





















