શોધખોળ કરો
કુંવરજી બાવળિયા PM મોદીને મળવા દિલ્હી પહોંચ્યા, કુંવરજીને મળી શકે છે મોટી જવાબદારી?
1/4

આ ઉપરાંત કુંવરજી બાળળિયા દિલ્હીમાં અમિત શાહ સાથે પણ બેઠક કરી હતી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે બેઠક કરતાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાતમાં બાળળિયાને લોકસભાની ચૂંટણીને લઈને મોટી જવાબદારી આપવામાં આવે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણી માટે ટીકિટ પણ મળી શકે છે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
2/4

કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને બાવળિયાએ ભાજપમાં જોડાયા હતા અને તરત જ મંત્રી પદ આપતાં તેમનું કદ વધી ગયું હતું. ત્યારે ગુજરાતની સૌથી વધારે ચર્ચિત પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવતાં કુંવરજી બાવળિયાની રાજકીય કારકિર્દીમાં વધારે તાકાતવાર બને તેવા સંકેત જોવા મળી રહ્યા છે.
3/4

હવે લોકસભાની ચૂંટણીમાં વધારાની જવાબદારી પણ મળે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. દિલ્હીમાં વડાપ્રધાને ટ્વિટ કરીને બાવળિયા સાથેનો ફોટા સાથે તેમને જસદણ પેટા ચૂંટણીમાં વિજયી થવા પર અભિનંદન પાઠવ્યા હતા.
4/4

અમદાવાદ: જસદણ બેઠક પર પેટા ચૂંટણીમાં વિજય થયેલ કુંવરજી બાવળિયા તમામ કાર્યક્રમો રદ કરીને દિલ્હી પહોંચ્યા છે. કુંવરજી બાવળિયાને લોકસભાની ટીકિટ પણ મળી શકે તેવું સંકેત જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જસદણ બેઠક પરથી વિજયી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
Published at : 01 Jan 2019 09:34 AM (IST)
View More




















