નોટબંધીનાં બે વર્ષ થયા ત્યારે નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, નોટબંધીને કારણે ટેકસ ભરનારા લોકોની સંખ્યા વધી છે. ટેક્સ કલેક્શન વધ્યુ છે. ટબંધીનો મુખ્ય ઉદેશ્ય લોકો પાસે રહેલી રોકડ જપ્ત કરવાનો ઇરાદો નહોતો અને અર્થતંત્રને ફોર્મલ કરવાનો ઇરાદો હતો."
2/3
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાચાર એજન્સી ANIને ઈન્ટરવ્યીમાં કહ્યું કે, ‘નોટબંધી કોઈ ઝટકો ન હતો. અમે લોકોને પહેલા જ ચેતવણી આપી હતી કે તમારી પાસે કાળું નાણું છે તો તમે તેને બેંકમાં જમા કરાવી દો. તમે દંડ ભરો અને તમારી મદદ કરવામાં આવશે, જોકે લોકેને લાગ્યું કે મોદીને પણ બીજા લોકોની જે માત્ર કરી રહ્યા છે, માટે ઓછો લોકો સ્વેચ્છાએ આગળ આવ્યા.’
3/3
નરેન્દ્ર મોદીએ નવેમ્બર 8, 2016નાં રોજ અચાનક નોટબંધી જાહેર કરી હતી અને સમગ્ર દેશને આંચકો આપ્યો હતો. આ દરમિયાન, સોમવારે, નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં સ્વીકાર્યુ કે, નોટબંધીની દેશનાં લોકો પર શું અસર થઇ તેના વિશે કોઇ અભ્યાસ કરવામાં આવ્યો નથી. ખાસ કરીને, નોટબંધી અને જીએસટીની અસર સંગઠિત અને બિનસંગઠિત ક્ષેત્રોનાં લોકો પર લેવા અસર થઇ તેનો કોઇ અભ્યાસ સરકાર પાસે નથી.