આ મામલે સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ પ્રયાગરાજમાં કુંભ મેળામાં યોજાયેલ એક કાર્યક્રમમાં કેન્દ્રની મોદી સરકાર પર ઇશારામાં નિશાન સાધ્યું અને વ્યંગ કરતાં કહ્યું કે, રામ મંદિર વર્ષ 2025માં બનશે.
2/3
પ્રયાગરાજઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કોઈ નિર્ણય ન લેવાતા નારાજ આરએસએસે હવે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે. આરએસએસનું માનવું છે કે મોદી સરકારના વલણથી એવું લાગે છે કે, કેન્દ્રમાં ફરીથી સરકાર બનાવવા છતાં તે મંદિર નિર્માણને લઈને કોઈ પહેલ નહીં કરે.
3/3
ભૈયાજી જોશીએ આ કાર્યક્રમમાં રામ મંદિર પર બોલતા કહ્યું કે, અયોધ્યામાં વર્ષ 2025માં જ્યારે રામ મંદિરનું નિર્માણ શરૂ થશે ત્યારે દેશ ઝડપથી વિકાસ કરવા લાગશે. તેમના અનુસાર દેશમાં વિકાસની ગતિ એવી જ રીતે વધશે, જે રીતે 1952માં સોમનાથમાં મંદિર નિર્માણ બાદ શરૂ થઈ હતી.