ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં સબરીમાલા મંદિરમાં ગત મહિને મહિલાઓને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ ગત મહિને ઘણું હિંસક પ્રદર્શન થયું હતું. તેને જોતા પ્રશાસન તરફથી 4થી 6 નવેમ્બર સુધી સન્નીધનમ, પંબા, નિલાક્કલ અને ઈલાવંકુલમાં કલમ 144 લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, દર્શન માટે શ્રદ્ધાળુઓનું આગમન શરૂ થઇ ગયું છે.
2/3
મંદિરના કપાટ ખૂલ્યા પછી પરિસ્થિતિ બગડે નહીં તેના માટે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યો છે. શનિવારથી પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
3/3
નવી દિલ્હી: કેરળના સબરીમાલા મંદિરનો વિવાદ હજુ શાંત નથી થયો. 5 નવેમ્બરથી મંદિરના કપાટ વિશેષ પુજા માટે ફરીથી ખુલી રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીને કેરળના ઘણા વિસ્તારોમાં 3 મહિના સુધી ફરીથી ધારા 144 લગાવી દેવામાં આવી છે.