શોધખોળ કરો
Advertisement

મહારાષ્ટ્ર: CM ફડણવીસને સુપ્રીમ કોર્ટની નોટિસ, ચૂંટણીના સોંગદનામામાં ગુનાહિત કેસ છુપાવવાનો આરોપ

1/3

અરજીકર્તા ઉકેએ આરોપ લગાવ્યો હતો કે 2009 અને 2014માં નાગપુરની દક્ષિણ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના નોમિનેશન સમયે ફડણવીસે તેમના વિરૂદ્ધના બે ગુનાકિય કેસની જાણકારી છુપાવી હતી. જે પીપલ્સ એક્ટ, 1951ના 125 એનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. અરજકર્તા મુજબ 1996 અને 1998માં ફડણવીસ વિરૂદ્ધ દગાબાજી અને ષડયંત્રના આરોપોમાં બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
2/3

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જૌસેફની બેંચે બોમ્બે હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ દાખલ અરજી પર મુખ્યમંત્રીની પ્રતિક્રિયા માંગી છે. બોમ્બે હાઈકોર્ટે સતીશ ઉકેની અરજી રદ કરી હતી, જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ફડણવીસની ચૂંટણીને રદ કરવાની માગ કરવામાં આવી હતી.
3/3

નવી દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. ફડણવીસ પર ગુનાકિય મામલાઓનો ખુલાસો ન કરવાનો આરોપ છે. મુંબઈના સામાજિક કાર્યકર્તાએ મુખ્યમંત્રી વિરૂદ્ધ અરજી દાખલ કરી ચૂંટણીને રદ કરવાની માગ કરી છે. અરજીમાં આરોપ લગાવાયો છે કે મુખ્યમંત્રી ફડણવીસે 2014ની વિધાનસભા ચૂંટણીમાં દાખલ કરેલા સોગંદનામામાં તેમના વિરૂદ્ધ દાખલ બે ગુનાકિય બાબતો અંગે જાણ કરી ન હતી.
Published at : 13 Dec 2018 05:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ખેતીવાડી
દુનિયા
બિઝનેસ
Advertisement


gujarati.abplive.com
Opinion