શોધખોળ કરો
સર્જિકલ સ્ટ્રાઈકને લઈને વિદેશ સચિવે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
1/3

નવી દિલ્હીઃ મોદી સરકારે ખુલાસો કર્યો છે કે, સેનાએ આ પહેલા પણ સર્જિકલ ઓપરેશન કર્યા છે પરંતુ જે રીતે આ વખતે થયું છે તેવું પહેલા ક્યારેય થયું નથી. વિદેશ સચિવ એસ જયશંકરે એક કાયમી સંસદીય સમિતિને જણાવ્યું કે, મોટો તફાવત એ પણ છે કે પહેલા આવા ઓપરેશનને સાર્વજનિક કરવામાં આવ્યા નથી. કાયમી સમિતિની બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા પરંતુ તેમણે કોઈ સવાલ પૂછ્યો ન હતો. સંસદીય સમિતિને અપાયેલી આ માહિતી સંરક્ષણ મંત્રી મનોહર પારિકરે કરેલા દાવાથી સાવ અલગ અને વિપરિત હોવાને કારણે આગામી દિવસોમાં સરકાર પર વિપક્ષો હાવી થઈ જાય તેમ છે.
2/3

એકદમ પ્રોફેશનલી, ટાર્ગેટ સ્પેસિફિક અને મર્યાદિત કહી શકાય તેવું આતંકવાદ વિરોધી ઓપરેશન ભૂતકાળમાં પણ એલઓસીની પેલે પાર પાડવામાં આવ્યું છે, પરંતુ, આ વખતે પહેલી વાર કેન્દ્ર સરકારે તેની જાહેરાત કરી છે,’તેમ સંસદીય સમિતિની મિટિંગમાં હાજર રહેલાં સૂત્રોએ જણાવ્યું હતું.
3/3

વિદેશ સચિવનું આ નિવેદન મનોહર પારિકરના ભૂતકાળમાં ક્યારેય સર્જિકલ સ્ટ્રાઈક થઈ નથી તેનાથી તદ્દન વિપરિત છે. આ અંગે કોંગ્રેસે વારંવાર કહ્યું છે કે તેમની સરકારોએ પણ આ પ્રકારનાં ઓપરેશન કર્યા હતાં. કોંગ્રેસના આ દાવાને વિદેશ સચિવનું સમર્થન મળ્યું છે. જયશંકરે સમિતિને એમ પણ કહ્યું હતં કે, ૨૯મી સપ્ટેમ્બરે સર્જિકલ સ્ટ્રાઈક કર્યા પછી પણ ભારતે પાકિસ્તાન સાથેની મંત્રણાની લાઈન ચાલુ રાખી હતી પણ હવેથી ભવિષ્યમાં શું કરવાનું છે તે અંગેનું કોઈ કેલેન્ડર તૈયાર નથી. તેમણે કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી તે પછી તરત પાકિસ્તાન આર્મીના ડિરેક્ટર જનરલ-ઓપરેશનને આ અંગે વાકેફ કરી દેવાયા હતા.
Published at : 19 Oct 2016 07:41 AM (IST)
View More




















