સુષ્મા સ્વરાજના આ જવાબ બાદ અતીકે વધુ એક ટ્વિટ કર્યું જેમા તેણે લોકેશનને બદલી જમ્મુ-કાશ્મીર કરી અને કહ્યું તે જમ્મુ-કાશ્મીરથી છે અને ફિલિપીંસમાં મેડિકલનો કોર્સ કરી રહ્યો છે ત્યારબાદ સુષ્મા સ્વરાજે તેની મદદ માટેના આદેશ આપ્યા.
2/4
નવી દિલ્લી: વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હંમેશા લોકોની મદદ માટે તૈયાર રહે છે. સોશયલ મીડિયા પર કોઈ તેમની પાસે મદદ માંગે ત્યારે તેઓ પોતાના તરફથી તમામ કોશિશ કરે છે અને સતત સોશયલ મીડિયા પર એક્ટિવ રહે છે. આજે પણ એક એવો બનાવ બન્યો કે લોકો સુષ્મા સ્વરાજના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને અમારા મંત્રી પર ગર્વ છે.
3/4
ટ્વિટર પર એક વ્યક્તિએ આજે સવારે ટ્વિટ કરી સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગી. અતીકનો મેસેજ વાંચીને પહેલા તો તેમણે ઈનકાર કરતા જવાબ આપ્યો કે તમારી લોકેશન ભારત ઓક્યૂપાઈડ કાશ્મીર છે અને એવી કોઈ જગ્યા નથી એટલે હું તમારી કોઈ મદદ નહી કરી શકું, જો તમે જમ્મુ-કાશ્મીરના હોત તો તે સંભવ હતું.
4/4
મદદ માંગનારા વ્યક્તિએ તુરંત પોતાની ભૂલ સુધારી અને પોતાનું લોકેશન ભારત ઓક્યૂપાઈડ કાશ્મીર બદલી જમ્મુ-કાશ્મીર કર્યું. ત્યારબાદ સુષ્મા સ્વરાજે અધિકારીઓને એ વ્યક્તિની મદદ કરવા માટેના આદેશ આપ્યા. શેખ અતીકે ટ્વિટ કર્યું હતું કે મારો પાસપોર્ટ ડેમેજ થયો છે અને તબીયત પણ ખરાબ છે અટલે તેને ભારત પાછા ફરવાની જરૂર છે. તેના પર સુષ્મા સ્વારાજે કહ્યું તમે જમ્મુ-કાશ્મીર રાજ્યના હશો તો તમારી મદદ જરૂર કરવામાં આવશે પરંતુ તમારી પ્રોફાઈલ ભારત ઓક્યૂપાઈડ કાશ્મીર છે અને આ પ્રકારની કોઈ જગ્યા નથી એટલે તમારી મદદ સંભવ નથી.