સૂત્રોના કહેવા મુજબ, શંકાસ્પદોને શોધવા રેડ કરવા ગયેલી સ્પેશિયલ ટીમને ખબર પડી કે 3 જાન્યુઆરીના રોજ બે શંકાસ્પદો અલ રાશિદમાં રોકાવા આવ્યા હતા. બંને શંકાસ્પદોના નામ મુદાસિર અહમદ અને મોહમ્મદ અશરફ છે. 6 જાન્યુઆરીની સાંજે બંને હોટલ છોડીને નીકળી ગયા હતા. એજન્સીઓ 26 જાન્યુઆરી પહેલા દિલ્હીમાં આતંક ફેલાવવાનો નાપાક ઇરાદો ધરાવતા બંને શંકાસ્પદોની શોધખોળ કરી રહી છે.
2/5
મથુરાથી પકડાયેલા શંકાસ્પદના બે સાથીઓ દિલ્હીમાં છુપાયેલા હોવાની પણ ખબર છે. તપાસ એજન્સીઓ હવે બંને શંકાસ્પદોની શોધખોળ કરી રહી છે. ભોપાલ શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા શખ્સને મથુરાની રેલવે પોલીસે મુથરા સ્ટેશન પર ઉતરતી વખતે અરેસ્ટ કર્યો હતો.
3/5
બે શંકાસ્પદો દિલ્હીમાં છુપાયા હોવાની ખબર મળતાં જ સ્પેશલ સેલ અને આઈબીની ટીમે દિલ્હીની જામા મસ્જિદ વિસ્તારમાં આવેલા જમ-જમ ગેસ્ટ હાઉસ અને હોટલ અલ રાશિદ પર રેડ કરી હતી.
4/5
ધરપકડ બાદ ગુપ્તચર એજન્સીઓ દ્વારા આશરે 8 કલાક તેની પૂછપરછ કરવામાં આવી. જે દરમિયાન તેણે કરેલા ખુલાસાથી સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડી ગઈ. સૂત્રોના કહેવા મુજબ આ શખ્સે દિલ્હીમાં તેના અન્ય બે સાથીઓ છુપાયા હોવાની વાત કબૂલી છે. આ ત્રણેય 26 જાન્યુઆરી પહેલા દિલ્હીમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાના હતા.
5/5
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ પહેલા આતંકીઓ દિલ્હીમાં મોટી ઘટનાને અંજામ આપવાના હતા. ગુપ્તચર એજન્સીએ આ મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. ઉત્તર પ્રદેશના મથુરાથી પકડાયેલા એક શંકાસ્પદની પૂછપરછ બાદ એવો ખુલાસો થયો છે કે દિલ્હીનું અક્ષરધામ મંદિર અને ગણતંત્ર દિવસની પરેડ આતંકીઓના નિશાન પર હતી.