નવી દિલ્લીઃ ગઇકાલે મોડી રાત્રે ભારતીય આર્મીએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈક્સ વાસ્તવમાં ઉરીમાં આતંકવાદી હુમલાનો 'બદલો' હતો. એક અહેવાલ પ્રમાણે, ભારતીય આર્મીના આ સૈન્ય ઓપરેશનમાં ડોગરા અને બિહાર રેજીમેન્ટના જવાનોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ઉરી પર થયેલા આતંકી હુમલામાં સૌથી વધુ ડોગરા અને બિહાર રેજીમેન્ટના જવાનો શહીદ થયા હતા.
2/3
જોકે, સાથે જ બિહાર અને ડોગરા રેજિમેન્ટ્સના ઘાતક પ્લાટુન્સને કવર-ફાયર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ફ્રન્ટ પર રહેલા કમાન્ડર્સને ટાર્ગેટ્સ પસંદ કરવાની છૂટ આપવામાં આવી હતી. ઉપરાંત હેલિકોપ્ટર ગનશિપ્સને પણ તૈયાર રાખવામાં આવી હતી.
3/3
ઉરી હુમલાનો બદલો લેવા માટે બંને રેજિમેન્ટ્સના જવાનો તત્પર હતા. આ અંગે સૈનિકોની ભાવનાને કમાન્ડર્સે બ્રિગેડ લેવલ પર અને બ્રિગેડે નોર્ધન કમાન્ડ સુધી પહોંચાડી હતી. આ સર્જીકલ સ્ટ્રાઇક્સમાં બંને રેજિમેન્ટ્સની ઘાતક પ્લાટૂન્સને પણ 'બદલો' લેવાની કામગીરીમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેરાકમાન્ડોઝ મુખ્ય કાર્યવાહી કરે અને ઘાતક કમાન્ડોઝ 'કવર ફાયર'ની કામગીરી સોંપવામાં આવી હતી.