પાલઘર પેટાચૂંટણીમાં ભાજપે હારનો સામનો કર્યા બાદ શિવસેનાએ ભાજપને સૌથી મોટી રાજનીતિક શત્રુ ગણાવી હતી. શિવસેનાએ શાહ અને ઠાકરેની વચ્ચે ચાર વર્ષ બાદ બેઠકની જરૂરત પર મંગળવારે સવાલ ઉઠાવ્યા હતા. શિવસેનાએ પહેલા જાહેરાત કરી ચૂકી છે કે 2019ની ચૂંટણી એકલા હાથે લડશે.
2/5
જોડાણ હોવા છતાં બન્ને પક્ષ પાલઘર લોકસભાની પેટા ચૂંટણીમાં અલગ અલગ લડ્યા હતા અને એક બીજા પર પ્રહાર કર્યા હતા. શિવસેના વિશેષ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી નારાજ છે અને તેના પર સતત પ્રહાર કરતા જોવા મળી છે.
3/5
જ્યારે ભાજપે કહ્યું કે શાહ અને ઠાકરેની વચ્ચે બેઠક આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટમી પહેલા તેના સમ્પર્ક ફોર સમર્થન અભિયાનને લઈને હતી જેનું નેતૃત્વ શાહ કરી રહ્યા છે. તેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ બેઠક તરીકે જોવામાં આવીરહી છે, કારણ કે કેન્દ્ર અને રાજ્ય સ્તર પર જોડાણ હોવા છતાં ભાજપ અને શિવસેનાના સંબંધોમાં ખટાસ આવી ગઈ છે.
4/5
જણાવીએ કે, પાલઘર લોકસબા પેટા ચૂંટણી બાદથી જ ઉદ્ધવ ટાકરે અને દેવેન્દ્ર ફડણવીસની વચ્ચે અંતર વધ્યું છે. સૂત્રો અનુસાર ઠાકરેએ સીએમને કહ્યું કે, તે આ મુલાકાતથી બહાર રહે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર જ્યારે શાહ અને ઠાકરેનીમ મીટિંગ ઘરના બીજા માળે ચાલી રહી હતી ત્યારે સીએમ ફડણવીસ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર હતા.
5/5
મુંબઈઃ લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને ભાજપે ‘કોન્ટેક્ટ ફોર સપોર્ટ’ કેમ્પેનની શરૂઆત કરી છે. તે અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલમાં જાણીતા લોકો અને નેતાઓને મળી રહ્યા છે. આ મામલે બુધવારે શાહે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ‘માતોશ્રી’માં જઈને મુલાકાત કરી હતી. કહેવાય છે કે, અંદાજે 40 મિનિટ સુધી ચાલેલ આ બેઠક દરમિયાન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસને બહાર બેસાડવામાં આવ્યા હતા.