MLC બુક્કલ નવાબે હનુમાનજીની જાતિ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, હનુમાન દલિત, આદિવાસી કે બ્રાહ્મણ નહીં પણ મુસલમાન હતી.
2/5
MLC બુક્કલ નવાબે એવો તર્ક આપ્યો હતો કે, તેમના નામ જેવા નામ જ અમે રાખીએ છીએ, જેમ રહેમાન, રમજાન, ફરમાન, જિશાન, કુરબાન એવી જ રીતે હનુમાનનું નામ છે. આથી જ હનુમાનજી મુસ્લિમ હતા એવું કહી શકાય.
3/5
4/5
લખનઉઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરેલી હનુમાનજી પરની વિવાદિત ટિપ્પણી બાદ એક પછી એક નેતાઓ આના પર રાજકારણ રમી રહ્યાં છે. હવે આ મુદ્દે યુપી બીજેપીના MLC બુક્કલ નવાબે ચોંકાવનારી ટિપ્પણી કરીને હનુમાનજીને મુસલમાન ગણાવી દીધા છે.
5/5
ઉલ્લેખનીય છે કે, યુપી બીજેપીના આ નેતા અગાઉ પણ વિવાદિત સ્ટેટમેન્ટ આપી ચૂક્યા છે. તેમને અગાઉ અયોધ્યામાં વિવાદી સ્થળ પર મસ્જિદ નિર્માણ અંગે પણ વિવાદ ઊભો કર્યો હતો.