શોધખોળ કરો
ઝિમ્બાબ્વે 5 વર્ષ બાદ ટેસ્ટ જીત્યું, બાંગ્લાદેશને 151 રનથી આપી હાર
1/4

ઝિમ્બાબ્વેએ પ્રથમ ઈનિંગમાં 281 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ 143 રનમાં સમેટાઈ જતાં ઝિમ્બાબ્વેને 139 રનની સરસાઈ મળી હતી. જે બાદ ઝિમ્બાબ્વેની બીજી ઈનિંગ 181 રનમાં સમાપ્ત થતાં બાંગ્લાદેશને મેચ જીતવા 320 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટાર્ગેટને હાંસલ કરતી વખતે બાંગ્લાદેશની ટીમ માત્ર 169 રનમાં જ તંબુ ભેગી થઈ જતાં ઝિમ્બાબ્વેનો 151 રનથી વિજય થયો હતો.
2/4

પાકિસ્તાનને 2013માં હરારેમાં હરાવ્યા બાદ ઝિમ્બાબ્વેની આ પ્રથમ ટેસ્ટ જીત છે. પોતાના દેશની બહાર 17 વર્ષ બાદ ઝિમ્બાબ્વેએ કોઈ ટેસ્ટ જીતી છે. આ પહેલા 2001માં તેણે ચટગાંવમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું.
Published at : 06 Nov 2018 05:17 PM (IST)
View More




















