(Source: ECI/ABP News/ABP Majha)
AI : કપડા ખરીદવાને લઈ છો કન્ફ્યૂઝ? તો AI મોડલ કરશે સમસ્યા દૂર
જ્યારે તમે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પરથી તમારા માટે કપડા સંબંધિત કોઈપણ વસ્તુ ખરીદો છો, ત્યારે તમે જોયું જ હશે કે પેજ પર મોડલ્સની તસવીર હોય છે જેથી તમે કપડાંની ફિટિંગ અને દેખાવને ઓળખી શકો.
AI Will Replace Models: જ્યારે તમે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પરથી તમારા માટે કપડા સંબંધિત કોઈપણ વસ્તુ ખરીદો છો, ત્યારે તમે જોયું જ હશે કે પેજ પર મોડલ્સની તસવીર હોય છે જેથી તમે કપડાંની ફિટિંગ અને દેખાવને ઓળખી શકો. અત્યાર સુધી પ્રખ્યાત બ્રાન્ડ્સ મોડેલો દ્વારા અથવા વેબસાઇટ પર સૂચિ દ્વારા કપડાંને પ્રમોટ કરતી હતી. પરંતુ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલ્સનું કામ પણ લઈ શકે છે. એટલા માટે આમ કહી રહ્યા છીએ કારણ કે, પ્રખ્યાત કપડાંની બ્રાન્ડ Levi Strauss એ Lalaland.ai નામની કંપની સાથે ભાગીદારી કરી છે જે ડિજિટલ કસ્ટમ AI મોડલ્સ બનાવે છે.
કપડાની બ્રાન્ડે કહ્યું હતું કે, તે હાલમાં આ AI મોડલ્સનું નાના પાયે પરીક્ષણ કરશે. જો તે સફળ થશે તો તેને વધુ વિગતવાર અપનાવવામાં આવશે.
AI મોડલ તમારા શરીર પ્રમાણે પસંદ કરી શકશે
હાલમાં જો કોઈ ગ્રાહક લેવિઝ એપ પર શોપિંગ કરે છે, તો તેને ફક્ત એક જ મોડેલની તસવીર દેખાય છે અને તે મુજબ તે ડ્રેસને ઓર્ડર અથવા જજ કરી શકે છે. પરંતુ Lalaland.ai સાથે ભાગીદારી કર્યા બાદ ગ્રાહકોને આમાં ઘણા વિકલ્પો મળશે અને તેઓ શરીરના વિવિધ પ્રકાર, રંગ, ત્વચા, ઉંમર વગેરે અનુસાર પોતાને માટે શ્રેષ્ઠ પોશાક પસંદ કરી શકશે. એટલે કે, Lalaland.ai વિવિધ પ્રકારના મોડલ બનાવશે અને ગ્રાહકો તેમના શરીરના પ્રકાર અનુસાર શ્રેષ્ઠ પોશાક પસંદ કરી શકશે.
AIનો અર્થ માનવ રિપ્લેસમેન્ટ નથી - લેવી
ક્લોથિંગ બ્રાંડે કહ્યું હતું કે, AI મોડલનો અર્થ એ નથી કે, કંપની માનવ મૉડલને છોડી રહી છે બલ્કે આ પગલું મૉડલ્સમાં વિવિધતા લાવવાનો એક માર્ગ છે. એક રીતે જ્યાં કંપની આવા નિવેદનો આપી રહી છે તો બીજી તરફ છેલ્લા 2 વર્ષથી કંપનીએ કોસ્ટ કટિંગના નામે ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. 2022માં લેવીએ 800 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા જ્યારે 2020માં 700 કર્મચારીઓને નોકરી ગુમાવવી પડી હતી.
આ કંપની નવી રીતે માલસામાનનું વેચાણ પણ કરી રહી છે
લેવિઝ એકમાત્ર એવી કંપની નથી જેણે નવી ટેકનોલોજી અપનાવી છે. અગાઉ વોલમાર્ટે ઓગમેન્ટેડ રિયાલિટી ટેક્નોલોજી અપનાવી છે જેથી ગ્રાહકો તેમના શરીરના પ્રકાર અનુસાર કપડાં પસંદ કરી શકે. આ માટે ગ્રાહકોએ ફક્ત પોતાની એક તસવીર લેવાની રહેશે અને તે પછી તરત જ તેમના શરીર અનુસાર ડ્રેસ સ્ક્રીન પર દેખાશે. આની મદદથી ગ્રાહકો નક્કી કરી શકશે કે તેમણે ડ્રેસ ખરીદવો કે નહીં.