શોધખોળ કરો

AC માંથી આવી રહી છે ગરમ હવા તો ફોલો કરો આ ટિપ્સ, મિનીટોમાં જ ચિલ્ડ થઇ જશે રૂમ

Air Conditioner Tips to increase Cooling Efficiency: દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે. આકરા તડકા અને ગરમ પવનોને કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે

Air Conditioner Tips to increase Cooling Efficiency: દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે. આકરા તડકા અને ગરમ પવનોને કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. ગરમીથી બચવા માટે કેટલાક લોકો શિમલા, મનાલી જેવી ઠંડી જગ્યાઓ પર જવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ થોડા દિવસો પછી તમારે ફરીથી ઘરે આવવું પડશે અને પછી ગરમી તમને ત્રાસ આપશે. આવી સ્થિતિમાં ગરમીથી બચવાનો સૌથી સરળ રસ્તો એ એર કંડિશનર છે. ઉનાળો આવતા જ લોકો એસીનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. ઘણી વખત એસી ગરમ હવા ફૂંકવા લાગે છે જેના કારણે ઘણી મુશ્કેલી થાય છે.

જો તમારા ઘરમાં AC લગાવેલું છે અને તે ગરમ હવા ફૂંકી રહ્યું છે તો તેના ઘણા કારણો હોઈ શકે છે. જોકે, કેટલીકવાર આવી સમસ્યાઓ આપણા AC નો ખોટી રીતે ઉપયોગ કરવાથી પણ થાય છે. જો તમારું AC ગરમ હવા ફેંકી રહ્યું છે અથવા ઠંડક ઓછી છે તો અમે તમને કેટલીક એવી રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તેને ઠીક કરી શકો છો.

તમે કેટલીક ટિપ્સ ફોલો કરીને તમારા એર કંડિશનરની ઠંડક વધારી શકો છો. એટલું જ નહીં, જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમારું AC થોડીવારમાં રૂમને ઠંડુ કરી દેશે.

ફિલ્ટરની સફાઇ પર ધ્યાન આપો 
કેટલાક લોકો આખો દિવસ AC ચલાવે છે પરંતુ તેના ફિલ્ટરને સાફ કરવા પર ધ્યાન આપતા નથી. AC થી ગરમ હવા નીકળવાનું આ સૌથી સામાન્ય કારણ છે. જો ACનું ફિલ્ટર ગંદુ થઈ જાય તો ACની ઠંડક ઘણી ઓછી થઈ જાય છે અને રૂમને ઠંડો થવામાં ઘણો સમય લાગે છે. તમારે દર 4-6 અઠવાડિયે AC ફિલ્ટર સાફ કરતા રહેવું જોઈએ.

રેફ્રિજન્ટ ગેસ લીક થવો 
એસી ત્યારે જ આપણને ઠંડક આપે છે જ્યારે તેમાં પૂરતી માત્રામાં રેફ્રિજન્ટ ગેસ હોય. આ ગેસના ઘટાડાને કારણે એર કંડિશનરની ઠંડક પણ ઓછી થઈ જાય છે. ઘણી વખત રેફ્રિજન્ટ ગેસ લીક ​​થવા લાગે છે, જેના કારણે AC ઠંડી હવા આપી શકતું નથી. જો AC ફિલ્ટર સ્વચ્છ છે પરંતુ તમને ઠંડક નથી મળી રહી તો તમારા કૂલિંગ ગેસ અને તેની પાઇપલાઇનની તપાસ કરવી જોઈએ.

કન્ડેસર કૉઇલમાં ગંદકી જમા થવી 
જો તમારા ACના કન્ડેન્સર કૉઇલ ગંદા હશે તો તે રૂમમાંથી ગરમીને યોગ્ય રીતે બહાર કાઢી શકશે નહીં જેના કારણે તમે ઠંડી હવા મેળવી શકશો નહીં. ફિલ્ટરની સાથે તમારે સમયાંતરે કન્ડેન્સર કૉઇલને પણ સાફ કરવી જોઈએ.

AC ની સાથે ફેનનો ઉપયોગ કરો 
જો તમે ઓછા સમયમાં તમારા રૂમને ઠંડક આપવા માંગતા હોવ તો AC ચલાવવાની સાથે સાથે સીલિંગ ફેન પણ ચાલુ કરો. જો કે, આમાં તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે સીલિંગ ફેનને ફક્ત એક કે બે નંબર પર જ ચાલુ રાખવાનો છે. પંખાનો પવન ACની ઠંડી હવાને આખા રૂમમાં ઝડપથી ફેલાવશે. આનો એક મોટો ફાયદો એ થશે કે તમારે લાંબા સમય સુધી AC ચલાવવાની જરૂર નહીં પડે અને આનાથી બિલમાં પણ બચત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget