શોધખોળ કરો

Beauty Tips: ચહેરા પર ખીલ સહિતના ડાઘ છે? તો આ જાદુઇ તેલથી થશે દૂર, બસ આ રીતે કરો ઉપયોગ

લીમડાના તેલમાં અનેક ઔષધીય ગુણો છે. તેમાં ફેટી એસિડ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ સાથે તેમાં વિટામીન E પણ ભરપૂર માત્રામાં હોય છે. આ ફાયદાઓને કારણે લોકો સદીઓથી લીમડાના તેલનો ઉપયોગ કરતા આવ્યા છે.

Beauty Tips: લીમડાના તેલમાં અનેક ઔષધીય ગુણો છે. તેમાં ફેટી એસિડ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ સાથે તેમાં વિટામીન E પણ ભરપૂર માત્રામાં હોય છે. આ ફાયદાઓને કારણે લોકો સદીઓથી લીમડાના તેલનો ઉપયોગ કરતા આવ્યા છે.

ઉનાળો આવતા જ દરેકના ચહેરા પર પિમ્પલ્સ દેખાવા લાગે છે, પછી તે છોકરીઓ હોય કે છોકરાઓ. આ સિઝનમાં ચહેરા પર વધુ ધૂળ જમા થાય છે. જેના કારણે પિમ્પલ્સની સમસ્યા અટકતી નથી. ઉનાળાની ઋતુમાં ત્વચાની કાળજી ન રાખવાને કારણે ચહેરા પર પિમ્પલ્સના નિશાન પડી જાય છે. અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે ત્વચા પરના પિમ્પલ્સના નિશાન ઘટાડી શકો છો.

લીમડાના તેલનો ઉપયોગ કરો

લીમડાના તેલમાં અનેક ઔષધીય ગુણો છે. તેમાં ફેટી એસિડ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ સાથે તેમાં વિટામીન E પણ ભરપૂર માત્રામાં હોય છે. આ ફાયદાઓને કારણે લોકો સદીઓથી લીમડાના તેલનો ઉપયોગ કરતા આવ્યા છે. ત્વચામાંથી પિમ્પલ્સ દૂર કરવાની સાથે તમે શુષ્ક ત્વચા, કરચલીઓ, ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને એલર્જી જેવી સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો. તે તમારી ત્વચામાં કોલેજનનું ઉત્પાદન પણ વધારે છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે જરૂરી છે. ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો.

લીમડાના તેલનો ઉપયોગ કેવી રીતે કરવો

તેલ લગાવતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરી લો. આ પછી એક બાઉલમાં 2 થી 3 ચમચી લીમડાનું તેલ લો અને તેને કોટન બોલની મદદથી અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. હવે તેને સારી રીતે લગાવો અને આખી રાત ચહેરા પર રહેવા દો. સવારે ઉઠ્યા પછી, તમારા ચહેરાને ગરમ પાણીથી ધોઈ લો, તેનાથી પિમ્પલ્સ અને તેના ડાઘ થોડા જ સમયમાં દૂર થઈ જશે. જો લીમડાનું તેલ ઘણું ઘટ્ટ હોય તો તમે તેમાં એલોવેરા જેલ ઉમેરી શકો છો.

વિટામિન ઇ કેપ્સ્યુલ મિક્સ કરી અપ્લાય કરો

આ સિવાય તમે તમારા ચહેરાને લીમડાના તેલથી મસાજ પણ કરી શકો છો. તેનાથી તમારી ત્વચામાં રક્ત પરિભ્રમણ વધશે અને તમારો ચહેરો અંદરથી ચમકી ઉઠશે. જો તમે ઈચ્છો તો લીમડાના તેલને વિટામીન E કેપ્સ્યુલ સાથે મિક્સ કરીને પણ લગાવી શકો છો. આ માટે વિટામિન E કેપ્સ્યૂલમાં અડધી ચમચી લીમડાનું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આને નહાવાના અડધા કલાક પહેલા ચહેરા પર લગાવો. આ પછી, તમારા ચહેરાને વોશ કરી લો. ડાઘ ખીલ બંનેથી રાહત મળશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget