2 થી 6 માળની વચ્ચે ઘર લેવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ માળ પર સૂર્યપ્રકાશ, હવા અને ઓછો અવાજ મળે છે.
હાઇ રાઇઝ બિલ્ડિંગમાં ફ્લેટ લેવો છે? આ ખાસ માળ જ પસંદ કરો, જાણો ઉદ્યોગપતિની ટિપ્સ
high rise apartment tips: ફ્લેટ ખરીદવાનું કે ભાડે રાખવાનું વિચારી રહ્યા છો? તો પહેલા જાણી લો કે બહુમાળી ઈમારતમાં કયો માળ તમારા માટે સૌથી બેસ્ટ અને અનુકૂળ રહેશે.

- બહુમાળી ઇમારતમાં 2 થી 6 માળ શ્રેષ્ઠ છે.
- આ માળ પર સૂર્યપ્રકાશ, હવાની ગુણવત્તા સારી મળે.
- લિફ્ટ બંધ હોય તો સીડીઓથી સરળતાથી પહોંચી શકાય.
- આ નિર્ણય રોજિંદુ જીવન સરળ બનાવે છે.
best floor to buy flat: આજના સમયમાં મોટા શહેરોમાં હાઈરાઈઝ બિલ્ડિંગ એટલે કે બહુમાળી ઈમારતોમાં રહેવાનું ચલણ ખૂબ વધ્યું છે. જ્યારે પણ આપણે ફ્લેટ ખરીદવા કે ભાડે લેવા જઈએ છીએ, ત્યારે કયા માળે ઘર રાખવું તે એક મોટો પ્રશ્ન હોય છે. મોટાભાગે આપણે આ બાબતે વધુ વિચારતા નથી અને બજેટ કે વ્યુ જોઈને નિર્ણય લઈ લઈએ છીએ. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મહિલા ઉદ્યોગપતિએ સમજાવ્યું છે કે યોગ્ય માળની પસંદગી આપણું રોજિંદુ જીવન કેટલું સરળ બનાવી શકે છે. તેમની સલાહ મુજબ 2 થી 6 માળની વચ્ચે ઘર લેવું સૌથી ઉત્તમ છે, જેના પાછળ તેમણે કેટલાક પ્રેક્ટિકલ કારણો પણ આપ્યા છે. ચાલો જાણીએ આ અંગેની રસપ્રદ ચર્ચા વિશે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર રિયા ઉપ્રેતી નામની એક મહિલા ઉદ્યોગપતિએ આ અંગે એક બહુ જ પ્રેક્ટિકલ પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, "જો તમે કોઈ બહુમાળી ઈમારતમાં ફ્લેટ ખરીદી રહ્યા છો, તો 2 થી 6 માળની વચ્ચે જ રહો. ઊંચા માળે રહેવું ભલે આકર્ષક લાગતું હોય, પરંતુ રોજિંદી જિંદગીની વાસ્તવિકતા અલગ હોય છે. મોટાભાગના બિલ્ડિંગમાં 1 કે 2 લિફ્ટ જ હોય છે, અને ઓફિસ જવાના કે પીક અવર્સ દરમિયાન તમારે લિફ્ટ માટે લાંબુ વેઇટિંગ કરવું પડી શકે છે."
રિયાએ પોતાની પોસ્ટમાં આગળ સમજાવ્યું કે, "2 અને 6 માળની વચ્ચે રહેવાથી લાઈફમાં એક સારું સંતુલન જળવાય છે. આ માળ પર તમને પૂરતો સૂર્યપ્રકાશ અને હવા મળે છે, સાથે જ રોડ પરનો અવાજ પણ ઓછો આવે છે. સૌથી મોટી વાત એ છે કે, જો ક્યારેક લાઈટ જતી રહે, લિફ્ટ બગડી જાય કે રિપેરિંગ ચાલતું હોય, તો તમે સીડીઓ ચડીને આસાનીથી તમારા ફ્લેટ સુધી પહોંચી શકો છો. 3 થી 5 માળ સુધી પગથિયા ચઢવા સરળ છે, પરંતુ દિવસમાં ઘણી વાર 10 થી 15 માળ ચઢવા-ઉતરવાથી તમે થાકી જશો. આ એક નાનો નિર્ણય તમારી લાઈફસ્ટાઈલને ઘણી સરળ બનાવી શકે છે."
If you’re buying a flat in a high-rise, stay between the 2nd and 6th floor.
— Riya Upreti (@riyaelity) April 26, 2026
Going too high sounds good, but daily life is different. Most societies have just 1–2 lifts, and during peak hours you’ll end up waiting more than you’d like.
Floors in the 2–6 range give you a good…
આ પોસ્ટ વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવવા લાગી. ઘણા લોકો આ સલાહ સાથે સંપૂર્ણપણે સહમત થયા અને તેને પ્રેક્ટિકલ ગણાવી. જોકે, કેટલાક લોકો આ વાતથી અસંમત પણ હતા. એક યુઝરે કહ્યું કે તે 19મા માળે રહે છે અને તેને કોઈ જ તકલીફ પડતી નથી. જ્યારે અન્ય યુઝર્સની દલીલ એવી હતી કે ફક્ત સસ્તી અને સામાન્ય સોસાયટીઓમાં જ 100 લોકો વચ્ચે 2-3 લિફ્ટ હોય છે, સારી સોસાયટીમાં આવી તકલીફ નથી પડતી.


ખેર, ઘર ખરીદવું એ અંગત પસંદગીનો વિષય છે. કેટલાક લોકોને ઊંચાઈ પરથી શહેરનો નજારો જોવો અને શાંતિથી રહેવું ગમે છે, જ્યારે કેટલાક લોકો પોતાની રોજબરોજની સુવિધા અને ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને નીચેના માળ પસંદ કરે છે. અંતે, કયો માળ લેવો તે નિર્ણય સંપૂર્ણપણે ખરીદનારની જરૂરિયાત, પસંદગી અને બજેટ પર આધાર રાખે છે.
Frequently Asked Questions
ફ્લેટ ખરીદવા માટે કયો માળ સૌથી ઉત્તમ ગણાય છે?
નીચા માળ પર રહેવાના શું ફાયદા છે?
નીચા માળ પર લિફ્ટની સમસ્યા કે લાઈટ જતી રહે તો સીડીઓથી સરળતાથી પહોંચી શકાય છે. આનાથી રોજિંદુ જીવન સરળ બને છે.
શું ઊંચા માળ પર રહેવામાં કોઈ મુશ્કેલી આવી શકે છે?
હા, ઊંચા માળે લિફ્ટ માટે રાહ જોવી પડી શકે છે, ખાસ કરીને પીક અવર્સમાં. લાઈટ જતી રહે કે લિફ્ટ બગડે ત્યારે પણ મુશ્કેલી થઈ શકે છે.
શું ફ્લેટ માટે માળની પસંદગી વ્યક્તિગત છે?
હા, ઘર ખરીદવું એ વ્યક્તિગત પસંદગીનો વિષય છે. તે ખરીદનારની જરૂરિયાત, પસંદગી અને બજેટ પર આધાર રાખે છે.
ટોપ સ્ટોરી





















