Chaitra Navratri 2023: ચૈત્ર નવરાત્રીના 7માં દિવસે મા કાલરાત્રીની કરવામાં આવે છે પૂજા, ઉપવાસ માટે બનાવો સિંઘોડાની કઢી
Singhara Kadhi Recipe: નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનાર વ્યક્તિ પોતાનું એનર્જી લેવલ જાળવી રાખવા માટે ફળાહારકરે છે. જો તમે પણ આજે કંઈક મસાલેદાર ટ્રાય કરવા ઈચ્છો છો તો ટ્રાય કરો સિંઘોડાની કઢી..
Singhara Kadhi Recipe: નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનાર વ્યક્તિ પોતાનું એનર્જી લેવલ જાળવી રાખવા માટે ફળાહારકરે છે. જો તમે પણ આજે કંઈક મસાલેદાર ટ્રાય કરવા ઈચ્છો છો તો ટ્રાય કરો સિંઘોડાની કઢી..
Singhara Kadhi Recipe: આજે નવરાત્રીનો સાતમો દિવસ છે. આ દિવસે મા દુર્ગાના સાતમા સ્વરૂપ મા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા કાલરાત્રી તેમના ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે અને તેમના બધા દુશ્મનોનો સર્વનાશ કરે છે. મા કાલરાત્રિની ઉપાસનાથી પરિવારમાં સુખ-શાંતિ આવે છે. જો પૂજા અને તેમના મનપસંદ ભોજનની વાત કરીએ તો મા કાલરાત્રિના દિવસે પૂજામાં રાતરાણીના ફૂલ ચઢાવવામાં આવે છે અને ગોળનો ભોગ લગાવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનાર વ્યક્તિ પોતાનું એનર્જી લેવલ જાળવી રાખવા માટે ફળાહાર(એકટાણું) કરે છે. જો તમે પણ આજે કંઈક મસાલેદાર ટ્રાય કરવા ઈચ્છો છો તો સિંઘોડાની કઢી અવશ્ય ટ્રાય કરો. આ રેસીપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ તો છે જ પરંતુ તે ખૂબ જ ઝડપથી તૈયાર પણ થાય છે.
સિંઘોડાની કઢી બનાવવા માટેની સામગ્રી-
-1 કપ સિંઘોડાનો લોટ
-2 બાફેલા બટાકા
-3/4 ચમચી જીરું
-2 લીલા મરચા
-1/2 ચમચી કાળા મરી પાવડર
-2 ચમચી કોથમીર
-1/2 લીંબુ
-2 ચમચી દેશી ઘી
મીઠું સ્વાદ મુજબ
સિંઘોડાની કઢી બનાવવાની રીત
સિંઘોડાની કઢી બનાવવા માટે સૌપ્રથમ બાફેલા બટાકાની છાલ કાઢી તેના મોટા ટુકડા કરી બાજુ પર રાખો. આ પછી લીલા મરચાં અને લીલા ધાણાને બારીક સમારી લો. હવે 1 કપ પાણીમાં સિંઘોડાનો લોટ નાખો અને તેનો ઘોળ તૈયાર કરી લો. હવે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન ઘી મૂકો અને તેને મધ્યમ તાપ પર ગરમ કરો, તેમાં જીરું અને ઝીણા સમારેલાં લીલાં મરચાં નાખીને ફ્રાય કરો, ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા ઉમેરો અને તેને ફ્રાય કરો. બટાકાને 2 મિનિટ સુધી શેકયા પછી, પેનમાં સિંઘોડાના લોટનું તૈયાર ઘોળ રેડો અને તેને સારી રીતે મિક્સ કરો અને આ કઢીને 2-3 મિનિટ સુધી પાકવા દો. આ પછી કઢીમાં સ્વાદ અનુસાર કાળા મરીનો પાઉડર અને રોક મીઠું ઉમેરી તપેલીને ઢાંકી દો અને કરીને લગભગ 5 મિનિટ સુધી ચડવા દો. આ પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ નાખી લગભગ 1 મિનિટ સુધી ચમચા વડે હલાવતા રહી ગેસ બંધ કરી દો. તો તૈયાર છે તમારા ફળાહાર માટે સિંઘોડાની ટેસ્ટી કઢી. ગરમાગરમ સર્વ કરો..