Cooking Tips: પરાઠા વણતી વખતે નીકળી જાય છે સ્ટફિંગ, તો આ ટ્રિક જરૂરથી કરો ફોલો
ઘણી વખત આલુ પરાઠા બનાવતી વખતે પરાઠો ફાટી જાય છે અથવા પરાઠામાંથી સ્ટફિંગ નીકળી જાય છે. આ સમસ્યાથી બચવા માટે આ ટિપ્સને જરૂરથી ફોલો કરો.
Cooking Tips: ચોમાસાની ઋતુમાં સૌ કોઈને ચટુંપટુ ખાવાનું મન થતું જ હોય છે ત્યારે તમે જો પકોડા ખાઈને કંટાળ્યા છો તો તમે જરૂરથી સ્ટફ પરાઠા ટ્રાય કરી શકો છો. જો કે તેને બનાવવામાં થોડી મુશ્કેલી પડે છે. કારણ કે તમારી થોડીક ભૂલથી આખો પરાઠો ફાટી જાય છે અને બધુ જ સ્ટફિંગ બહાર આવી જાય છે. જો તમારી સાથે પણ એવું જ થતું હોય કે પનીર કે બટાકા ભરાતા જ પરાઠા ફાટી જાય તો આ ટિપ્સ અપનાવો. જેનાથી પરાઠા ભરતી વખતે ફાટશે નહીં અને સ્વાદિષ્ટ પરાઠા તૈયાર થઈ જશે અને તમે રિમઝીમ વરસાદમાં ટેસ્ટી પરાઠાની મજા માણી શકશો.
રિમઝીમ વરસાદમાં માણો સ્ટફ પરાઠાની મજા
આલુ પરાઠા હોય કે પનીર, કોબી હોય કે મિશ્ર શાકભાજી, સ્ટફિંગ સાથેના પરાઠા સ્વાદમાં અદ્ભુત લાગે છે. પરંતુ આ પરાઠા બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. કારણ કે થોડીક ભૂલથી આખો પરાઠો ફાટી જાય છે અને બધુ જ સ્ટફિંગ બહાર આવી જાય છે. જો તમારી સાથે પણ એવું જ થતું હોય કે પનીર કે બટાકા ભરાતા જ પરાઠા ફાટી જાય તો આ ટિપ્સ અપનાવો. જેનાથી પરાઠા ભરતી વખતે ફાટશે નહીં અને સ્વાદિષ્ટ પરાઠા તૈયાર થઈ જશે.
સ્ટફ્ડ પરાઠા માટેની ટિપ્સ
લોટમાં મીઠું ઉમેરો
જ્યારે પણ તમે સ્ટફિંગ સાથે પરાઠા બનાવતા હોવ ત્યારે પરાઠાનો લોટ બાંધતી વખતે થોડું મીઠું ઉમેરો. આનાથી સ્વાદ આવશે અને સ્ટફ કરતી વખતે પરાઠા તૂટશે નહીં.
નરમ કણક બાંધો
લોટ ભેળતી વખતે તેને નરમ રાખો. જેથી જે પણ સ્ટફિંગ ભરેલું હોય તે સરળતાથી બહાર ન આવે. નરમ કણક પર પાતળું કપડું ઢાંકીને થોડી વાર મૂકી રાખો.
ઘઉંના લોટમાં થોડો મેંદાનો લોટ ઉમેરો
ઘઉંના લોટનો ઉપયોગ ઘરોમાં પરાઠા બનાવવા માટે થાય છે. જો આ લોટમાં થોડી માત્રામાં મેંદાનો લોટ ઉમેરવામાં આવે તો પરાઠા વણતી વખતે તૂટશે નહી.
લોટમાં તેલ મિક્સ કરો
લોટ બાંધતી વખતે તેમાં બે થી ત્રણ ચમચી તેલ મિક્સ કરો. ત્યારબાદ લોટમાં તેલ બરાબર મિક્સ કરો અને પછી પાણી ઉમેરી લોટ બાંધો. આમ કરવાથી બટેટા હોય કે અન્ય કોઈ શાક. પરાઠામાં કોઈપણ પ્રકારનું સ્ટફિંગ નાખવામાં આવે તો તે તૂટશે નહીં.
તો આગલી વખતે જ્યારે તમે સ્ટફિંગ સાથે પરાઠા બનાવવા જાવ ત્યારે આ ટિપ્સની મદદથી લોટ બાંધો. પછી જુઓ કે કેવી રીતે એક પણ પરાઠા તૂટશે નહીં અને બધા પરાઠા પરફેક્ટ બનશે.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.