(Source: ECI/ABP News/ABP Majha)
Covid Care: આ ઘરેલું ઉપચાર બનશે કોરોના માટે રામબાણ ઉપાય
કોરોનાના વધતા જતા જોકામની સામે આવા પ્રકારના ખોરાક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે, જે કોરોના સામે અને મોસમી બિમારીઓથી પણ બચાવે છે. સાથે જ જો કોવિડ થયો હોઈ તો પણ રિકવરી ઝડપથી થશે.
કોરોનાના વધતા જતા જોકામની સામે આવા પ્રકારના ખોરાક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે, જે કોરોના સામે અને મોસમી બિમારીઓથી પણ બચાવે છે. સાથે જ જો કોવિડ થયો હોઈ તો પણ રિકવરી ઝડપથી થશે.
કોરોના ફરી એકવાર વધવા લાગ્યો છે. સૌથી મોટી સમસ્યા એ છે કે શિયાળાની ઋતુમાં ખાંસી-શરદી-તાવ જેવી સમસ્યાઓ હોય છે, આવી સ્થિતિમાં લોકો કોવિડને પણ નજરઅંદાજ કરી રહ્યા છે. ઉપરાંત, શરદી અને ઉધરસ દરમિયાન, કોવિડ વાયરસને તમારા શરીરમાં તેની સંખ્યા વધારવા માટેનું વાતાવરણ પણ મળી રહે છે.
કોરોના વાયરસ શરીરમાં પ્રવેશ્યા પછી ઝડપથી તેની સંખ્યા વધારવા માટે તેની નકલો બનાવવાનું શરૂ કરે છે અને સૌ પ્રથમ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. આવી સ્થિતિમાં, જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તો શરીરની અંદરની આખી મિકેનિઝમ કોવિડની પકડમાં આવી જશે. આનાથી બચવા માટે, તમારે પહેલાથી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી પડશે અને આ માટે તમારા રોજિંદા આહારમાં કેટલીક કુદરતી વનસ્પતિઓનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કયું છે કોરોનાનું નવું સ્વરૂપ?
હાલમાં ચીનમાં તબાહી મચાવી રહેલા કોરોના વાયરસનું નામ BF.7 છે અને તેની સાથે સૌથી ખરાબ વાત એ છે કે અત્યાર સુધી આવેલા કોવિડના તમામ પ્રકારોમાં તેને સૌથી ઝડપથી ફેલાતો પ્રકાર માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જો એક વ્યક્તિને BF.7 નો ચેપ લાગે છે, તો તે 18 લોકો સુધી ચેપ ફેલાવી શકે છે. BF.7 એ ઓમિક્રોનનું પેટા પ્રકાર છે. તમે તેને કોવિડ-19નું ચોથી જનરેશન વેરિઅન્ટ કહી શકો, જેણે ઘણો ગભરાટ ફેલાવ્યો છે. જો કે આપણા દેશમાં હજુ પણ તેનું સંક્રમણ ખૂબ જ મર્યાદિત છે, પરંતુ ચીનમાંથી જે પ્રકારના સમાચારો આવી રહ્યા છે તેનાથી ભયનું વાતાવરણ છે.
કોરોનાના બચવા માટે અપનાવો આ ઉપાય:
આ માટે લીલા શાકભાજી અને પ્રોટીન વાળા ખોરાકથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ યોગ કરવા પણ ફાયદાકારક છે. શક્ય હોય તો ભીડ-ભાડ વાળી જગ્યા પર જવાનું ટાળો અને જરુર પડતા બહાર જઈ રહ્યા છો, તો માસ્કનો ઉપયોગ તો અવશ્ય કરો.