Cruise: ત્રણ વર્ષમાં 13 વંડર્સ ઓફ વર્લ્ડનો પ્રવાસ કરાવશે આ ક્રૂઝ, કિંમત જાણી દંગ રહી જશો
લાઈફ એટ સી ક્રુઝ શિપ 3 વર્ષમાં 135 દેશની સફર કરાવશે. આ યાત્રા ઈસ્તનબુલથી 1 નવેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવશે. કંપનીએ જાણકારી આપી છે કે આ ક્રૂઝ શિપ વિશ્વના 375 બંદરોને કવર કરશે.
Cruise Journey: લાઈફ એટ સી ક્રુઝ શિપ 3 વર્ષમાં 135 દેશની સફર કરાવશે. આ યાત્રા ઈસ્તનબુલથી 1 નવેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવશે. કંપનીએ જાણકારી આપી છે કે આ ક્રૂઝ શિપ વિશ્વના 375 બંદરોને કવર કરશે. આ 135 દેશોની સફર દરમિયાન સાત ખંડોને પણ કવર કરવામાં આવશે. આ પ્રવાસ દરમિયાન 14માંથી 13 ‘Wonders of the World’ ને કવર કરવામાં આવશે. મીડિયા અહેવાલ અનુસાર આ ક્રૂઝ શિપ રિયો ડી જનેરિયોના ક્રાઇસ્ટ ધ રિડીમર સ્ટેચ્યુ, ભારતમાં તાજમહેલ, મેક્સિકોમાં ચિચેન ઇત્ઝા, ચીનની ગ્રેટ વોલ અને અન્ય સ્થળો પર લઈ જશે.
103 આઈલેન્ડ પર જવાની તક
તેમાં મુસાફરી કરનારા લોકોને 103 ટ્રોપિકલ આઈલેન્ડ જવાની તક મળશે. 375માંથી 208 બંદરો પર રોકાવાની વ્યવસ્થા હશે. એટલું જ નહી કંપનીએ વિશ્વમાં ગમે ત્યાંથી ઓફિસ ડ્યૂટી કરવાની વ્યવસ્થા કરશે. જો કે આ માટે આંતરરાષ્ટ્રીય નિવાસી તરીકે કામ કરવા પર પણ ટેક્સ ઉમેરવામાં આવ્યો છે.
ઓફિસ ડ્યૂટી કરાવવા માટે પૂરી વ્યવસ્થા
કંપનીની વેબસાઈટ મુજબ ક્રૂઝમાં 2 મીટિંગ રૂમ, 14 ઓફિસ, એક બિઝનેસ લાઈબ્રેરી, રિલેક્સિંગ લોન્જ અને એક કાફે સાથે દરિયામાં પહેલું બિઝનેસ સેન્ટર વિકસાવ્યું છે. આ ઉપરાંત સ્ક્રીન, વાઇફાઇ, પ્રિન્ટર અને અન્ય પ્રોડક્ટ્સ મૂકવામાં આવી છે.
કઈ કઈ સુવિધાઓ મળશે
નોકરીની સુવિધા ઉપરાંત શિપ પર કરન્સી એક્સચેન્જનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તમામ જરૂરી વસ્તુઓ ત્યાં જોડવામાં આવી છે. આ એક લક્ઝરી પ્રવાસ હશે. સિંગલ કેબિન હેઠળ કુલ ટિકિટ પર 15 ટકાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.
કરોડનો ખર્ચ થશે
એમવી જેમિની ક્રૂઝમાં 1,074 મુસાફરો માટે રૂમ સાથે 400 કેબિન છે. પેકેજની કિંમત પસંદ કરેલ કેબિન અનુસાર છે. ક્રૂઝમાં સ્ટાન્ડર્ડથી લઈને સૂટ સુધીની કેબિન છે. એક વર્ષની કિંમત $29,999 એટલે કે ₹24,51,300 થી $109,999 (₹89,88,320) સુધીની છે. ત્રણ વર્ષની મુસાફરી દરમિયાન તેની કિંમત કરોડો રૂપિયા હશે.
પેકેજમાં શું-શું સામેલ હશે
આ ટ્રીપમાં ભોજન, પોડ એમ્બાર્કેશન સિસ્ટમ અને સ્ટોરેજ, ફ્રી ફેમિલિ એન્ડ ફ્રેન્ડ્સ વિઝિટ, મેજિકલ કન્સલ્ટેશન, ઓનબોર્ડ એપ વીથ જીપીએસ, બિઝનેસ સેન્ટર, એક્સેસ ડિનર સાથે આલ્કોહોલ, પોર્ટ ફી અને ટેક્સ, સર્વિસ ચાર્જ, હાઈ સ્પીડ ઈન્ટરનેટ, જિમ લોન્ડ્રી, હાઉસકીપિંગ, એનરિચેમેન્ટ સેમિનાર, સોફ્ટ ડ્રિંક, જ્યૂસ, ચા અને કોફી, ગોલ્ફ સિમ્યુલેટર અને એન્ટરટેનમેન્ટ સામેલ છે.
આ વસ્તુઓ સામેલ નથી
આ પેકેજમાં બહારથી લાવવામાં આવેલો આલ્કોહોલ, જમવાનું, પરમેનેન્ટ ઓફિસ, રુમ, સ્પા સર્વિસ, મેડિકલ પ્રોડક્ટ અને મેડિસીન સિવાય કેટલીક પ્રીમિયમ સર્વિસ સામેલ નથી કરવામાં આવી.