Dieting Side Effects: શું આપ ડાયટિંગ કરીને વજન ઉતારવા માંગો છો? તો સાવધાન પહેલા તેનાથી થતી આડ અસર જાણી લો
Dieting Side Effects:શું તમે ડાયેટિંગ કરીને વજન ઓછું કરવા માંગો છો, તો જાણો તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર પડશે. અચાનક જ આહાર ઘટાડી દેવાથી વજન ઘટાડવાને બદલે અન્ય ઘણી સમસ્યાઓનું જોખમ વધારે છે
Dieting Side Effects:શું તમે ડાયેટિંગ કરીને વજન ઓછું કરવા માંગો છો, તો જાણો તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર પડશે. અચાનક જ આહાર ઘટાડી દેવાથી વજન ઘટાડવાને બદલે અન્ય ઘણી સમસ્યાઓનું જોખમ વધારે છે
Weight Loss Diet:આજકાલ મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ડાયટિંગનો સહારો લે છે. લોકો એવું વિચારે છે કે ડાયેટિંગ કરવાથી કંઈપણ કર્યા વિના ઝડપથી વજન ઓછું થઈ શકે છે. પરંતુ શું આપ જાણો છો કે વધુ પડતી ડાયટિંગ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો આપ હેલ્થી ડાયટને અનુસરસ તો તે આહાર સ્વસ્થ સ્વરૂપમાં રૂપાંતરિત થઇ શકે છે પરંતુ જો કંઈપણ ખાધા વિના, વજન ઘટાડવાના કોશિશમાં હો તો તે નુકસાન થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે વ્યક્તિને એક દિવસમાં 1,200 થી 2,600 કેલરીની જરૂર હોય છે. આવી સ્થિતિમાં જેઓ ઓછું ખાય છે તેમના સ્વાસ્થ્ય પર તેની અસર પડી શકે છે. આવી સ્થિતિમાં પરેજી પાળવાથી વજન ઘટતું નથી, પરંતુ બીજી અનેક સમસ્યાઓ ચોક્કસ થઈ શકે છે.
પથરીની સમસ્યા
1- પાચન સંબંધિત અને પથરીની સમસ્યા થઇ શકે છે. ઓછું ખાવાથી પાચનતંત્ર પર સૌથી વધુ અસર થાય છે. પાચન તંત્રને મજબૂત બનાવવા માટે ફાઈબરની જરૂર પડે છે, જે ખોરાકમાંથી મળે છે. પરંતુ ડાયેટિંગ કરવાથી તમારા શરીરને જરૂરી તત્વો મળતા નથી. જેના કારણે પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. શરીરમાં કેલરી ઓછી હોવાને કારણે પિત્તાશયની પથરીનું જોખમ પણ વધી જાય છે.
થાક અને ચીડિયાપણું
2- ખોરાક ન ખાવાથી તમારા શરીરને એનર્જી મળતી નથી, જેના કારણે તમે થાક અને નબળાઈ અનુભવી શકો છો. ડાયેટિંગ કરનારા લોકોના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે. આવા લોકોનું બ્લડ શુગર લેવલ પણ ઘટવા લાગે છે.
મેટાબોલિઝમ પર અસર
3- મેટાબોલિઝમ પર અસર થાય છે. જે લોકો ઓછો ખોરાક લે છે. તેમના મેટાબોલિઝમ પર પણ અસર પડે છે. ઓછું ખાવાથી કે ડાયેટિંગ કરવાથી તમારું વજન અનેકગણું વધી જાય છે. આનું કારણ તમારું મેટાબોલિઝમ છે. પરેજી પાળવાથી સ્નાયુઓમાં ઢીલાપણું આવી શકે છે, જે તમારા શરીરનો આકાર બગડી શકે છે.
Disclaimer:એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
આ પણ વાંચો
UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?