Potli Samosa Recipe: સાંજના નાસ્તામાં ટ્રાય કરો ટેસ્ટી પોટલી સમોસા, ચા સાથે લાગે છે ખૂબ જ સ્વાદિષ્ટ
Potli Samosa Recipe: જો તમે પણ ચા સાથે કંઈક અલગ અને સ્વાદિષ્ટ ખાવા માંગતા હોવ તો તમે સાંજે ચા સાથે પોટલી સમોસાની આ સરળ રેસીપી અજમાવી શકો છો. આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે
Potli Samosa Recipe: આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં જો તમે ચા સાથે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી નાસ્તો બનાવવાનું વિચારી રહ્યાં છો, તો પોટલી સમોસાની આ સ્વાદિષ્ટ રેસીપી અજમાવી જુઓ તમે. આ ટેસ્ટી રેસિપી ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તમે આ સ્વાદિષ્ટ નાસ્તાની રેસીપીને લીલી ચટણી અથવા ગળી ચટણી સાથે સર્વ કરી શકો છો.
પોટલી સમોસા બનાવવા માટેની સામગ્રી-
સમોસાના કવર માટે -
-2 કપ મેદાનો લોટ
-4 ચમચી તેલ
- મીઠું
- પાણી
પોટલી સમોસાનું પૂરણ બનાવવા માટેની સામગ્રી
- 30 ગ્રામ ગાજર સમારેલા
- 30 ગ્રામ કોબી ઝીણી સમારેલી
- 30 ગ્રામ કેપ્સીકમ બારીક સમારેલા
-1/4 કપ વટાણા
- બાફેલા અને છૂંદેલા બટાકા
-1 ચમચી ગરમ મસાલો
-1 બારીક સમારેલી ડુંગળી
-1 લીલું મરચું
-1/2 ચમચી જીરું
-1/2 ટીસ્પૂન વરિયાળી
-1/2 ટીસ્પૂન કસૂરી મેથી
-30 ગ્રામ લીલા ધાણા
-1 ચમચી તેલ
-1/2 ચમચી ધાણાજીરું
-1 ચમચી આદુ
-1/2 ટીસ્પૂન આમચૂર પાવડર
પોટલી સમોસા બનાવવા માટેની રીત-
પોટલી સમોસા બનાવવા માટે સૌપ્રથમ એક મોટા વાસણમાં મેંદાનો લોટ, મીઠું, તેલ અને પાણી નાખી મીક્ષ કરી લોટ બાંધી લો. હવે આ લોટને ભીના કપડાથી ઢાંકીને 30 મિનિટ માટે બાજુ પર રાખો. થોડા સમય પછી લોટને ફરીથી મસળો અને તેને નાના ભાગોમાં વહેંચો. પોટલી સમોસાનું પૂરણ તૈયાર કરવા માટે સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને વરિયાળી નાખીને થોડી વાર સાંતળો. ત્યાર બાદ તેમાં આદુ, લીલા મરચાં અને ડુંગળી નાખીને થોડીવાર સાંતળો. હવે તેમાં ધાણાજીરું, ગરમ મસાલો, આમચૂરનો પાઉડર, મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો અને થોડી વાર પકાવો. હવે છૂંદેલા બટેટા ઉમેરો અને બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરો, તેને ગેસ પરથી ઉતારી લો અને કસૂરી મેથી અને ધાણાજીરું ઉમેરોને સરખું હલાવી મીક્ષ કરી લો.
સમોસા પોટલી બનાવવા માટે તમારે કણકના નાના બોલને રોટલીની જેમ રોલ કરીને તેમાં થોડું સ્ટફિંગ ભરવાનું છે. રોલ્ડ રોટલીની કિનારીઓને થોડા પાણીથી બ્રશ કરો. હવે સમોસાને પોટલીનો આકાર આપવા માટે કિનારીઓને એકસાથે લાવો અને પોટલીને હળવા હાથે દબાવીને સીલ કરો. હવે એક કડાઈમાં મધ્યમ તાપ પર તેલ ગરમ કરો અને પોટલીને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તૈયાર છે તમારા ટેસ્ટી પોટલી સમોસા. તેને ચા સાથે તમારી મનપસંદ લીલી ચટણી સાથે સર્વ કરો.