ગ્લોઇંગ સ્કિન અને હેલ્ધી હેર માટે દીપિકાનું આ છે બેઝિક રૂટીન, આપ પણ જાણી લો
બોલિવૂડની ટોપ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેના કામની સાથે લૂકને લઇને પણ ચર્ચામાં રહે છે. દીપિકાના બ્યુટી સિક્રેટ જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. તો આજે અમે આપની સાથે એક્ટ્રેસના બ્યુટી સિક્રેટ શેર કરી રહ્યાં છીએ.
Deepika padukone beauty secret:બોલિવૂડની ટોપ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેના કામની સાથે લૂકને લઇને પણ ચર્ચામાં રહે છે. દીપિકાના બ્યુટી સિક્રેટ જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. તો આજે અમે આપની સાથે એક્ટ્રેસના બ્યુટી સિક્રેટ શેર કરી રહ્યાં છીએ.
સામાન્ય વિચારસરણી એવી છે કે, સેલેબ્સ સુંદર દેખાવવા માટે મોંઘી પ્રોડક્ટ ખરીદે છે. જો કે આપને જાણીને આશ્રર્ય થશે કે, દીપિકાનું સ્કિન કેર રૂટીન એટલું સરળ છે કે, સામાન્ય મહિલા પણ ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે તેને ફોલો કરી શકે છે. તો જાણીએ દીપિકાના બ્યુટી સિક્રેટ
એક ઇન્ટરવ્યુમાં દીપિકાએ તેમની સ્કિન અને હેર કેરની ટિપ્સ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે આખો દિવસ પોષણ પર અને કેટલીક બેઝિક વસ્તુઓ પર ધ્યાન આપે છે.
દિપીકાએ હેર કેર ટિપ્સ શેર કરતાં કહ્યું કે તે દરરોજ તેના વાળમાં નારિયેળ તેલથી માલિશ કરે છે. જેથી હેર સાઇની અને સોફ્ટ રહે. ડેઇલી મસાજથી મરેલા વાળમાં વોલ્યૂમ બની રહે છે.ડેમેજ કન્ટ્રોલમાં પણ નારિયેળ તેલ મદદ કરે છે.
ગ્લોઇંગ સ્કિનની ટિપ્સ શેર કરતા દીપિકાએ કહ્યું કે, તે નિયમિત તેની સ્કિનને મોશ્ચરાઇઝર કરે છે.મોશ્ચરાઝિંગ ક્રિમ સાથે તે સનસ્ક્રિનનો પણ ઉપયોગ કરે છે.દિવસમાં ગમે તેવો લાઇટ મેકઅપ કેમ ન કર્યો હોય ત્ચારે સૂતા પહેલા ક્લિન્ઝિંગ મિલ્કથી ચહેરો અવશ્ય ક્લિન કરું છું. આ સાથે મોશ્ચરાઇઝર ક્રિમ લગાવીને ઊંઘુ છું.
સ્કિન કેર ટિપ્સ
દીપિકાએ સ્કિન કેર ટિપ્સ આપતા કહ્યું કે, સ્કિનને ગ્લોઇંગ રાખવા માટે બોડીને હાઇડ્રેઇટ રાખવી જરૂરી છે. તેથી દિવસમાં પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી છે. આ સાથે બેલેસ્ડ ડાયટ અને પુરતુ ઊંઘ પણ જરૂરી છે. જેથી સ્કિનને રિપેયરિંગનો પુરતો સમય મળી રહે.
દીપિકાનો ફિટનેસ મંત્ર
દીપિકા અનુસાર ફિટનેસ માટે શરીરને પુરતુ પોષણ મળવું જરૂરી છે. તેના કારણે તે દર 2 કલાકે કંઇને કઇં ખાધી રહે છે.જેથી મેટાબોલિઝ્મ યોગ્ય રીતે કામ કરે. ત્વચાને પોષણ મળતું રહે અને ઊર્જા સ્તર બની રહે.