Health Tips: ટામેટાંનું વધુ સેવન કરવું આ કારણે છે ખતરનાક, જાણો તેના સાઇડ ઇફેક્ટ
મોટાભાગના લોકો ટામેટા ખાવાનું પસંદ કરે છે, શાક, ચટણીમાં પણ તેનો ઉપયોગ કરે છે. પરંતુ ટામેટાંનું વધુ સેવન નુકસાનકારક સાબિત થઇ શકે છે. જાણીએ શું છે તેના સાઇડ ઇફેક્ટ
Health Tips: સામાન્ય રીતે ટામટાં એવું શાક છે. જે આપણા ડાયટમાં નિયમિત રીતે કોઇના કોઇ રીતે સામેલ થાય છે. સલાડમાં પણ ટામેટાંનો ભરપૂર ઉપયોગ થાય છે તો મોટાભાગના શાકમાં પણ તેને ઉમેરાય છે. ડિશને ગાર્નિશ કરવા માટે પણ ટામેટાંનો ઉપયોગ થાય છે.
જો આપ ટામેટાં ખાવાના શોખીન હો અને નિયમિત ભરપૂર માત્રામાં ટામેટા ડાયટમાં સામેલ કરતા હો તો આપને ચેતી જવું જોઇએ. કારણ કે વધુ માત્રામાં તેનું સેવન આપને બીમારી બનાવી શકે છે. કેવી રીતે જાણીએ.
ટામેટાંના સાઇડ ઇફેક્ટ
જો આપ જરૂરિયાતથી વધુ માત્રામાં ટામેટાં લેતા હો તો. તે પાચન સંબંધિત સમસ્યાને વધારે છે. કિડનીની સમસ્યા અને ડાયરિયાનું કારણ બની શકે છે. તેના વિશે વિસ્તારથી સમજીએ..
એલર્જી: જે લોકોને એલર્જીની સમસ્યા છે. તેમણે ટામેટાનું વધુ સેવન ટાળવું જોઇએ. કેટલાક લોકોને ટામેટાંની એલર્જી પણ થઇ શકે છે. એલર્જીવાળા લોકોએ ટામેટા ખાવાથી ગળામાં બળતરા અને મોં સોજી જવા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
સાંધાનો દુખાવો: વધુ માત્રામાં ટામેટાંનું સેવન કરવાથી સાંધાના દુખાવા અને સોજો જેવી સમસ્યા પણ સર્જાઇ શકે છે.જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય તેમણે ટામેટાનું સેવન અવોઇડ કરવું જોઇએ।
પથરી: આજકાલ લોકોમાં પથરીની સમસ્યા વધી ગઇ છે. તો અનેક રિસર્ચમાં સામે આવ્યું છે કે, વધુ ટામેટાંનું સેવન પણ પથરીની સમસ્યાને નોતરે છે. તેમાં ક્ષાર વધુ હોવાથી કીડનીમાં પથરી બની જાય છે. તો હદથી વધારે ટામેટાંનું સેવન ન કરવું જોઇએ.જે લોકો સંધિવા જેવી બીમારીથી પીડિત હોય તેમણે ટામેટાંનું સેવન અવોઇડ કરવું જોઇએ.