Health Tips: ફ્રૂટ્સ ખાધા પછી કેમ ના પીવું જોઈએ પાણી, આ રહ્યું વૈજ્ઞાનિક કારણ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળપણમાં ફ્રૂટ્સ ખાધા પછી મમ્મી કેમ પાણી ના પીવાનું કહેતી હતી. જાણો વિજ્ઞાન શું કહે છે.
Health Tips: ઘણી વાર તમે તમારા ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે ફળ ખાધા પછી પાણી ન પીવું જોઈએ. જો તમારે પાણી પીવું હોય તો જમ્યાના 1 કલાક પછી જ પીવું જોઈએ, નાનપણમાં તે સમજાતું નહોતું, વડીલોના ડરથી કાં તો પાણી પીતા નહોતા અથવા તો છુપાઇને પાણી પીતા હતા. આ બાબતના ઘણા વૈજ્ઞાનિક કારણો છે. આવો જાણીએ કે ફ્રૂટ્સ ખાધા પછી તરત જ પાણી પીવાથી તમારા સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે અને કયા ફળો ખાધા પછી તરત જ પાણી પીવાનું ટાળવું જોઈએ.
પાણી કેમ ન પીવું જોઈએ?
નિષ્ણાતોના મતે ફળોમાં ફ્રુક્ટોઝ એટલે કે પ્રાકૃતિક ખાંડ હોય છે, તેથી જો તમે ફ્રુક્ટોઝ વાળું પાણી પીશો તો તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે, તેથી ફળો ખાધાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા અથવા 1 કલાક પછી પાણી પીવું જોઈએ.
એક્સપોર્ટ્સનું એવું પણ કહેવું છે કે ફળો ખાધા પછી પાણી પીવાથી યોગ્ય રીતે કામ કરતું નથી, જેના કારણે પેટમાં ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
આ ફળો ખાધા પછી પાણી ન પીવો
કેળા: નિષ્ણાતોના મતે કેળા ખાધા પછી પાણી પીવાની સખત મનાઈ છે કારણ કે કેળા ખાધા પછી પાણી, ખાસ કરીને ઠંડુ પાણી પીવાથી અપચાની બીમારી થઈ શકે છે. કેળા અને ઠંડા પાણીમાં રહેલા ગુણો એકસરખા છે જે શરીરમાં ટકરાય છે અને અપચાનું કારણ બને છે. કેળા ખાધા પછી ઓછામાં ઓછી 15થી 20 મિનિટ પછી જ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
જામફળ: જામફળ ખાધા પછી ઘણી વાર તરસ લાગે છે અને ખાધા પછી એક ગ્લાસ પાણી પીવાનું મન થાય છે, પરંતુ આમ કરવું નુકસાનકારક હોઈ શકે છે. તેનાથી ગેસની સમસ્યા થઈ શકે છે.
કાકડી અને તરબૂચ: કાકડી અને તરબૂચ જેવા પાણીયુક્ત ફળો પાચનમાં સુધારો કરવા અને કબજિયાતને દૂર કરવા માટે જાણીતા છે, પરંતુ જો તમે તેને ખાધા પછી તરત જ પુષ્કળ પાણી પીઓ છો, તો તમારું પેટ ખરાબ થઈ શકે છે. તમને લૂઝ મોશનની સમસ્યા થઈ શકે છે.
સંતરા, પાઈનેપલ અને દ્રાક્ષઃ સાઈટ્રિક એસિડવાળા ફળો ખાઓ છો તેમ પહેલાથી જ વધુ પાણી ઓહય છે. અને તે પછી જ્યારે આપણે પાણીનું સેવન કરીએ છીએ, ત્યારે આપણા શરીરનું પીએચ સ્તરમાં ખલેલ પહોંચે છે અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )