Heart Attack Death: બહેનના લગ્નમાં ડાન્સ કરતી યુવતી સ્ટેજ પર અચાનક જ ઢળી પડી, હાર્ટ અટેકથી મૃત્યુ
વિદિશામાં લગ્ન સમારોહ દરમિયાન ડાન્સ કરતી વખતે એક યુવતીનું અચાનક હાર્ટ એટેકથી મોત થયું હતું. યુવતીએ એક મહિનાથી ડાન્સની તૈયારી કરી હતી અને તેની પિતરાઈ બહેનના લગ્નમાં હાજરી આપવા આવી હતી.

વિદિશામાં એક લગ્ન સમારોહમાં સંગીતમાં સ્ટેજ પર ડાન્સ કરતી વખતે યુવતીનું મોત થયું છે. યુવતી ઈન્દોરની રહેવાસી હતી અને તેની પિતરાઈ બહેનના લગ્નમાં હાજરી આપવા વિદિશા આવી હતી. આ ઘટના શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બની હતી. તેનો વીડિયો રવિવારે સામે આવ્યો હતો, જેમાં જોઈ શકાય છે કે પરિણીતા નામની યુવતી સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી. પરંતુ સ્ટેજ પર તે અચાનક જ ઢળી પડે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડાન્સ કરતી વખતે તેને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તે સ્ટેજ પર પડી ગઇ હતી. તબીબે તેને મૃત જાહેર કરી હતી.
સીપીઆર આપવાનો પણ પ્રયાસ કર્યો હતો
લગ્નમાં હાજર ડોક્ટરે તેમને CRP આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ હલચલ ન થતાં તેમને તાત્કાલિક વિદિશાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પરિણીતાના મૃત્યુ પછી, નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. તમામ સંબંધીઓ વિદિશામાં હોવાથી તેમના અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવ્યા હતા.
નાનપણમાં હાર્ટ એટેકના કારણે ભાઈનું પણ અવસાન થયું હતું
પરિણીતાના પિતાનું નામ સુરેન્દ્ર કુમાર જૈન અને માતાનું નામ બિંદુ જૈન છે. તેમના પિતા સ્વસ્તિક ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં વિજયનગર વિસ્તારના બ્રાન્ચ હેડ છે અને તેમનું ઘર ઈન્દોરના દક્ષિણ તુકોગંજમાં છે. પરિણીતાને એક જોડિયા ભાઈ હતો, જેનું 12 વર્ષની ઉંમરે સાયકલ ચલાવતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. પરિણીતાના લગ્નમાં હાજરી આપવા માટે તે એક મહિનાથી ડાન્સની તૈયારી કરી રહ્યી હતી. ઘરે તેણીને "મૌની" કહેવામાં આવતી હતી. તેણીએ એમબીએ કર્યું હતું અને ખાનગી નોકરી કરતી હતી. તેણીએ લગ્નના કાર્યોમાં હાજરી આપવા માટે કામ પરથી રજા લીધી અને 3 ફેબ્રુઆરીના રોજ રાઘોગઢ પહોંચી, જ્યાં તેણીએ લગ્નના કાર્યોમાં ભાગ લીધો હતો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















