શોધખોળ કરો

નાના બાળકોને ઊનના ધાબળા પર સૂવડાવવાથી થઈ શકે છે અસ્થમા, અભ્યાસમાં થયો ખુલાસો

ગ્લોબલ અસ્થમા નેટવર્કના નવા રિપોર્ટમાં સામે આવ્યું છે કે જો એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઊનના ધાબળામાં સૂવડાવવામાં આવે તો અસ્થમા થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.

ઊનના ધાબળામાં સૂવડાવવામાં આવેલું બાળક જેટલું નિર્દોષ દેખાય છે, તેટલો જ ખતરો તેના પર વધુ હોય છે. ગ્લોબલ અસ્થમા નેટવર્કના નવા રિપોર્ટમાં સામે આવ્યું છે કે જો એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઊનના ધાબળામાં સૂવડાવવામાં આવે તો અસ્થમા થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. એટલું જ નહીં, બાળપણમાં બિનજરૂરી રીતે આપવામાં આવતી એન્ટિબાયોટિક્સ, ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલનું વધુ પડતું સેવન અને સિઝેરિયન ડિલિવરી પણ ભવિષ્યમાં બાળકોને અસ્થમાનો ભોગ બનાવી શકે છે.

આ શહેરમાં અસ્થમાની અસર ઓછી હતી

દેશભરના 9 શહેરોમાં કરવામાં આવેલા આ અભ્યાસમાં 1.27 લાખથી વધુ બાળકો, કિશોરો અને પુખ્ત વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લખનઉ સંબંધિત ડેટાની કમાન KGMU ના બાળરોગ વિભાગના ભૂતપૂર્વ વડા પ્રો. શૈલી અવસ્થીએ સંભાળી હતી. પ્રો. અવસ્થીએ મીડિયાને જણાવ્યું હતું કે જ્યારે દેશમાં બાળકોમાં અસ્થમાનો સરેરાશ પ્રકોપ 3.16 ટકા રહ્યો હતો ત્યારે લખનઉમાં તે ફક્ત 1.11 ટકા હતો. રાષ્ટ્રીય સ્તરે કિશોરોમાં આ આંકડો 3.63 ટકા છે જ્યારે લખનઉમાં તે ફક્ત 1.62 ટકા છે. લખનઉ એક એવું શહેર હતું જેણે પુખ્ત વયના લોકોમાં પણ રાહત આપી હતી, અહીં 1.55 ટકા લોકોને અસ્થમા હતો જ્યારે દેશના બાકીના ભાગોમાં સરેરાશ 3.3 ટકા છે.

આ ટ્રિગર્સ બાળકો તેમજ પુખ્ત વયના લોકોમાં અસ્થમાને પ્રોત્સાહન આપે છે

- ઘરમાં ભેજ

- નાની ઉંમરે એન્ટિબાયોટિક્સનો સતત ઉપયોગ

- ગર્ભાવસ્થા દરમિયાન માતા દ્ધારા વધુ પડતી પેરાસીટામોલ દવા લેવી.

- એક વર્ષથી ઓછી ઉંમરે બાળક ઊનના ધાબળા પર સૂતું હોય

- ઘરની આસપાસ ભારે ટ્રાફિક, ખાસ કરીને ટ્રકનું ચાલવું

- પાલતુ પ્રાણીઓ સાથે વધુ સંપર્કમાં રહેવું

- ઘરે કોલસો, કેરોસીન અથવા ગાયના છાણથી જમવાનું બનાવવું

- બાળકોને વારંવાર ન્યૂમોનિયા થવો

- સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મ

- કૌટુંબિક ઇતિહાસ એટલે કે ઘરમાં પહેલાથી જ કોઈને અસ્થમા હોય

આ સંશોધન કેવી રીતે કરવામાં આવ્યું?

અભ્યાસમાં 6-7 વર્ષના નાના બાળકો અને 13-14 વર્ષના કિશોરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શાળાઓ દ્વારા બાળકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પછી તેમના દ્વારા તેમના માતાપિતા અને પરિવારના અન્ય સભ્યોને સંશોધનમાં સામેલ કરવામાં આવ્યા હતા. આમાં 20,084 નાના બાળકો, 25,887 કિશોરો અને 81,296 પુખ્ત વયના લોકોએ ભાગ લીધો હતો. તે બધાને અસ્થમા સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમની જીવનશૈલી અને સ્વાસ્થ્યની આદતો સમજવામાં આવી હતી અને આ અહેવાલ ડેટાના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો.

માતાપિતાએ આ સાવચેતીઓ લેવી જોઈએ

જો તમે નવા માતાપિતા છો અથવા બાળક નાનું છે તો આ બાબતો ધ્યાનમાં રાખો. દવા આપતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરી છે અને તે જરૂરી નથી કે ઊનના ધાબળા જેવી પરંપરાગત વસ્તુઓ હંમેશા ફાયદાકારક હોય. તેથી બાળકોને સ્વચ્છ રજાઇમાં સૂવડાવવું એ એક વધુ સારું પગલું છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા

વિડિઓઝ

Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Embed widget