(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips:મોનસૂનમાં અસ્થમાના દર્દીની વધી શકે છે સમસ્યા, બચાવ માટે કરો આ ઉપાય
વરસાદની મોસમમાં, સૂર્યપ્રકાશ ઓછો હોય છે, જે મોસમમાં ભેજ વધારે છે. આના કારણે હવામાન અસ્થમાના હુમલાને ઉત્તેજિત કરે છે. અસ્થમાના દર્દીઓએ ચોમાસામાં આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Monsoon And Asthma: વરસાદની મોસમમાં, સૂર્યપ્રકાશ ઓછો હોય છે, જે મોસમમાં ભેજ વધારે છે. આના કારણે હવામાન અસ્થમાના હુમલાને ઉત્તેજિત કરે છે. અસ્થમાના દર્દીઓએ ચોમાસામાં આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
હવામાન બદલાતા અસ્થમાના દર્દીઓને સમસ્યા થવા લાગે છે. ખાસ કરીને વરસાદની સિઝનમાં આવા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અસ્થમાના દર્દીઓ વરસાદમાં ભેજ અને સૂર્યપ્રકાશના અભાવથી પરેશાન રહે છે. વિટામિન ડીની ઉણપથી અસ્થમાનો હુમલો પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અસ્થમાના દર્દીને શ્વાસની નળીઓમાં સોજો આવે છે, જેના કારણે વાયુમાર્ગ સંકુચિત થઈ જાય છે. અસ્થમાની એલર્જી ધરાવતા લોકોએ વરસાદમાં કેટલીક ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
ચોમાસામાં અસ્થમા
નિષ્ણાતો કહે છે કે ચોમાસામાં અસ્થમા વધી થાય છે, જેનું મુખ્ય કારણ સૂર્યપ્રકાશનો અભાવ અને વિટામિન ડીની ઉણપ છે. આ બંને પરિબળો અસ્થમાના હુમલાને ઉત્તેજિત કરે છે. સાથે જ વરસાદમાં ઠંડુ વાતાવરણ અસ્થમાના દર્દી માટે મુશ્કેલી સર્જે છે. આ ઋતુમાં , ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.
ચોમાસામાં અસ્થમાના હુમલાથી કેવી રીતે બચવું
1- આવા લોકોએ વરસાદમાં ભીની જગ્યાએ ન રહેવું જોઈએ. જો ઘરની દિવાલો અથવા ફર્નિચરમાં ભીનાશ હોય તો તેને તરત જ ઠીક કરો.
2- ઘરના બાથરૂમ અને રસોડાને હંમેશા ક્લિન અને કોરા રાખવાની કોશિશ કરો, તેના કારણે ભેજ અન્ય જગ્યાએ ફેલાશે નહીં.
3- જો ડોક્ટરે તમને ઇન્હેલર લેવાની સલાહ આપી હોય તો વરસાદમાં તેનો ઉપયોગ અવશ્ય કરવો.
4- ઉપયોગમાં લેવાતી કાર્પેટ, ગોદડા અથવા બેડશીટ સ્વચ્છ અને સૂકી હોવી જોઈએ.
5- જો ઘરમાં પાળતુ પ્રાણી હોય તો તેમનાથી અંતર રાખો. પાલતુ પ્રાણીઓને દર્દીના રૂમથી દૂર રાખો.
6- જો ઘરમાં ક્યાંક ફૂગ હોય તો તેને તરત સાફ કરી લો. આ માટે બ્લીચ, જંતુનાશક, ડીટરજન્ટનો ઉપયોગ કરો.
7- અસ્થમાના દર્દીએ સંતુલિત આહાર લેવો જોઈએ અને તેની દવાઓ સમયસર લેવી જોઈએ.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )