(Source: ECI/ABP News/ABP Majha)
Lily Plants: ઘરની સુંદરતા વધારવાની સાથે ઝેરી ગેસને પણ દૂર કરે છે આ છોડ, જાણો તેના ગુણો
પીસ લીલી એ ખૂબ જ સરળતાથી ઉગાડવામાં આવતો છોડ છે. તેને ઘરની પ્રદૂષિત હવા માટે એર પ્યુરિફાયર માનવામાં આવે છે. તે ઝેરી વાયુઓને શોષી લેવામાં સક્ષમ છે.
Lily Plants શિયાળાના આગમન સાથે દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. AQI સ્તર 350થી ઉપર રહ્યું જે અત્યંત નબળી શ્રેણીમાં આવે છે. આ ઋતુમાં ઘણા લોકો શ્વાસ સંબંધી સમસ્યાઓથી પીડાય છે. આવી સ્થિતિમાં લોકો એર પ્યુરિફાયરનો સહારો લે છે. જો કે, આ વિકલ્પ ખૂબ ખર્ચાળ સાબિત થાય છે. તમે ઘરમાં પીસ લિલીનો છોડ લગાવીને સ્વચ્છ હવા શ્વાસમાં લઈ શકો છો.
ઝેરી પવનને શોષી લેવામાં સક્ષમ
પીસ લીલી એ ખૂબ જ સરળતાથી ઉગાડવામાં આવતો છોડ છે. તેને ઘરની પ્રદૂષિત હવા માટે એર પ્યુરિફાયર માનવામાં આવે છે. તે ઝેરી વાયુઓને શોષી લેવામાં સક્ષમ છે. હવામાં હાજર કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સૂક્ષ્મ કણોને શોષી લે છે.
તેના પાંદડા પાલતુ પ્રાણીઓ માટે ઝેરી છે
જો કે, આ છોડના પાંદડા પાળતુ પ્રાણી માટે ઝેરી હોઈ શકે છે. તેના પર કેલ્શિયમ ઓક્સાલેટના સ્ફટિકો હોય છે, જે ત્વચામાં બળતરા, મોઢામાં તીવ્ર ઝણઝણાટ અને ઉબકા જેવા લક્ષણોનું કારણ બની શકે છે. તે તમારી આસપાસ આવેલી નર્સરીમાં કોઈપણ સિઝનમાં મળી શકે છે. તેનો 1 છોડ 150થી 200 રૂપિયાની આસપાસ મળી રહે છે.
આ છોડ ગમે ત્યાં લગાવી શકાય છે
આ છોડને વિકાસ માટે સૂર્યપ્રકાશની જરૂર નથી. તે રૂમની બાલ્કનીમાં લગાવી શકાય છે. જો તેના પાન પીળા થઈ રહ્યા છે તો સમજવું કે સૂર્યપ્રકાશની માત્રા વધી રહી છે.જેથી તેને છાયામાં રાખવો જોઈએ. આ છોડને વધુ પાણીની જરૂર હોય છે. પીસ લિલી એ ડાઇ હાર્ડ પ્લાન્ટ નથી. જો કોઈ કારણોસર તમે થોડા સમય માટે તેને પાણી આપવાનું ભૂલી ગયા છો અને તે સંપૂર્ણપણે સુકાઈ ગયેલું લાગે છે તો તેને પાણી આપો અને તેના થોડા જ કલાકોમાં તે ફરી ખીલી ઉઠશે. પીસ લીલીને હેંગીગ તરીકે લગાવી શકાય છે. તમે તેને લિવિંગ રૂમ, બાલ્કની અને અન્ય ઘણી જગ્યાએ મૂકીને ઘરની સુંદરતા વધારી શકો છો. આ સિવાય ડિઝાઈનર પોટ્સ વિન્ડો સિલ પર અથવા ટીવી કેબિનેટ પર જ્યાં ઓછી લાઈટ હોય ત્યાં રાખી શકાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )