શોધખોળ કરો

ડાયાબિટીસના દર્દીઓ માટે કેરી ખાવી કેટલી સુરક્ષિત? જાણો હેલ્થ એક્સપર્ટની સાચી સલાહ

જો તમને ડાયાબિટીસ છે અને કેરી ખાવાનો શોખ છે, તો ખાતા પહેલા આ ખાસ વાતો જાણી લેજો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ડાયાબિટીસના દર્દીઓ કેરીને સમજદારીપૂર્વક ખાઈ શકે છે.
  • કેરી બદામ, બીજ અથવા દહીં સાથે ખાવાથી ફાયદો.
  • કેરીની માત્રા અને સમયનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી.
  • શરીરને સમજીને, યોગ્ય માત્રામાં કેરીનો આનંદ માણો.

diabetics eating mango: ઉનાળો આવે એટલે કેરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે કેરી ખાવી એ કોઈ મૂંઝવણથી કમ નથી હોતું. મોટાભાગના દર્દીઓ શુગર લેવલ વધી જવાના ડરથી પોતાનું આ મનપસંદ ફળ ખાવાનું ટાળતા હોય છે. પરંતુ શું ખરેખર ડાયાબિટીસમાં કેરીથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ? જો તમને પણ આ પ્રશ્ન સતાવતો હોય, તો હેલ્થ એક્સપર્ટ લ્યુક કુટિન્હોએ આ અંગે બહુ જ સરસ માહિતી આપી છે. તેમનું કહેવું છે કે જો કેરીને યોગ્ય રીતે, સાચી વસ્તુઓ સાથે અને સાચા સમયે ખાવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓ પણ તેનો સ્વાદ માણી શકે છે. ચાલો જાણીએ આ અંગે એક્સપર્ટ શું કહે છે.

એક્સપર્ટ શું કહે છે?

જાણીતા લાઈફસ્ટાઈલ એક્સપર્ટ લ્યુક કુટિન્હોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા જણાવ્યું છે કે, કેરીથી ડરવાની કોઈ જરૂર નથી, બસ તેને સમજદારીપૂર્વક ખાતા આવડવું જોઈએ. જો તમારું શુગર લેવલ પહેલાથી જ કંટ્રોલમાં ન હોય અથવા તો તમે રાત્રે ખૂબ વધારે કેરી ખાતા હોવ, તો તે ચોક્કસ નુકસાન કરી શકે છે. પરંતુ જો તમે સંતુલન જાળવી રાખો છો, તો કેરીને સાવ છોડી દેવાની કોઈ જરૂર નથી.

કેરીમાં કુદરતી ખાંડ (Natural Sugar) વધુ હોય છે, પણ સાથે જ તેમાં ઘણા બધા પોષક તત્વો પણ રહેલા છે. સૌથી અગત્યની વાત એ છે કે, કેરીમાં 'મેંગીફેરિન' (Mangiferin) નામનું કમ્પાઉન્ડ હોય છે, જેમાં એન્ટી-ડાયાબિટીક ગુણો રહેલા છે. એટલે જો તેને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે શરીરને નુકસાન પહોંચાડવાને બદલે ફાયદો પણ કરી શકે છે.

View this post on Instagram
 
A post shared by Luke Coutinho - Official (@luke_coutinho)

કેરી ખાતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

શેની સાથે ખાવી: લ્યુક કુટિન્હોની સલાહ છે કે કેરીને ક્યારેય એકલી ન ખાવી જોઈએ. તેને હંમેશા બદામ, બીજ (Seeds) અથવા દહીં સાથે મિક્સ કરીને ખાવી જોઈએ. આવું કરવાથી શરીરમાં શુગર લેવલ એકદમથી નથી વધતું અને ગ્લુકોઝ ધીમે ધીમે રિલીઝ થાય છે, જેનાથી કેરી ખાવી સુરક્ષિત બની જાય છે.

સમય અને માત્રા: બીજી સૌથી મોટી વાત એ છે કે તમારે કેરીની માત્રા અને સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે. એકસાથે વધારે પડતી કેરી ન ખાવી જોઈએ. થોડી માત્રામાં ખાઓ અને જો તમને લાગે કે શુગર વધી રહ્યું છે, તો માત્રા સાવ ઓછી કરી દો. મોડી રાત્રે કેરી ખાવાનું બિલકુલ ટાળવું જોઈએ, કારણ કે તે સમયે આપણા શરીરની પાચન પ્રક્રિયા ધીમી પડી ગઈ હોય છે.

જો શુગર લેવલ વધે તો શું કરવું?

એ સમજવું ખૂબ જરૂરી છે કે દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપતું હોય છે. તેથી, તમારા શરીરને સમજો અને તે મુજબ નિર્ણય લો. જો કેરી ખાધા પછી તમારું શુગર લેવલ વધી જતું હોય, તો તેના પર કંટ્રોલ કરવો જ શ્રેષ્ઠ છે. ડાયાબિટીસમાં કેરી ખાવા પર કોઈ સંપૂર્ણ પ્રતિબંધ નથી, પણ તેમાં બેદરકારી બિલકુલ ન ચાલે. યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે તમે આ ફળનો આનંદ માણી શકો છો.

(ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય સંશોધન અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. તેને કોઈપણ મેડિકલ સલાહનો વિકલ્પ ન ગણવો. ડાયેટમાં કોઈપણ મોટો ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા હેલ્થ એક્સપર્ટની સલાહ ચોક્કસ લેવી.)

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે છે?

હા, ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે છે, પરંતુ તેને યોગ્ય રીતે, સાચી વસ્તુઓ સાથે અને સાચા સમયે ખાવામાં આવે તો.

કેરી સાથે શું ખાવું જોઈએ?

કેરીને ક્યારેય એકલી ન ખાવી જોઈએ. તેને હંમેશા બદામ, બીજ અથવા દહીં સાથે મિક્સ કરીને ખાવી જોઈએ.

કેરી ખાવા માટે કયો સમય યોગ્ય છે?

કેરી મોડી રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં ખાવી શ્રેષ્ઠ છે.

કેરીમાં એવો કયો ગુણ છે જે ડાયાબિટીસમાં ફાયદાકારક છે?

કેરીમાં 'મેંગીફેરિન' નામનું કમ્પાઉન્ડ હોય છે, જેમાં એન્ટી-ડાયાબિટીક ગુણો રહેલા છે, જે શરીરને ફાયદો કરી શકે છે.

ટોપ સ્ટોરી

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget