શોધખોળ કરો

Cancer: આ કારણે બાળકો પણ આવી રહ્યાં છે કેન્સરની ઝપેટમાં, આ લક્ષણ દેખાઇ તો થઇ જાવ સાવધાન

Cancer Symptoms In Child:આંકડા દર્શાવે છે કે 0 થી 14 વર્ષના બાળકોને કેન્સર થવાની સંભાવના વધુ છે. તબીબોનું કહેવું છે કે જો બાળકમાં કેન્સર જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર ડોક્ટરને બતાવવું જોઈએ.

Cancer Symptoms In Child:આંકડા દર્શાવે છે કે 0 થી 14 વર્ષના બાળકોને કેન્સર થવાની સંભાવના વધુ છે. તબીબોનું કહેવું છે કે જો બાળકમાં કેન્સર જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર ડોક્ટરને બતાવવું જોઈએ.

કેન્સરને જીવલેણ રોગ  છે. તેની પાછળનું કારણ વહેલા નિદાનનો અભાવ છે. શરૂઆતમાં, કેન્સરના કોઈ લક્ષણો દેખાતા નથી અને જ્યારે લક્ષણો દેખાવા લાગે છે. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. ડોક્ટર્સનું કહેવું છે કે કેટલાક કેસમાં કેન્સરના પ્રાથમિક લક્ષણો દેખાતા નથી, જ્યારે કેટલાકમાં તે દેખાતા હોય છે પણ સામાન્ય હોય છે. જો કે  કોઈપણ સંજોગોમાં તેમની અવગણના ન કરવી જોઈએ. બાળકમાં લક્ષણો દેખાય કે તરત જ તેને ડોક્ટર પાસે લઈ જવું જોઈએ. શક્ય છે કે કેન્સર પહેલા સ્ટેજમાં હોય અને બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય. ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે બાળકોમાં કેન્સરના લક્ષણો શું છે અને તેનાથી બચી શકાય છે?

બાળકોમાં કેન્સરના લક્ષણો શું છે

જેમ કેન્સર કે અન્ય રોગોના લક્ષણો પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે. એ જ રીતે બાળકોમાં પણ કેન્સરના લક્ષણો દેખાય છે. આમાં કમરનો દુખાવો, વારંવાર તાવ આવવો, હાડકાંમાં નબળાઈ, શરીરનું પીળું પડવું,  ગળા કે પેટમાં ગઠ્ઠો લાગવો, ભૂખ ન લાગવી, ઝડપથી વજન ઘટવું જેવા લક્ષણો જોવા મળે છે.

જે બાળકોમાં વધુ હોય છે

જે બાળકો ડાઉન સિન્ડ્રોમનો શિકાર છે. તેમનામાં કેન્સર થવાની સંભાવના ઘણી વધારે હોય છે. બીજી એક વાત નોંધવા જેવી છે. કેન્સર પણ આનુવંશિક છે. એટલે કે કેન્સર પેદા કરતા તત્વો દાદાથી પિતા અને પિતાથી પુત્રના જનીનમાં જાય છે. જો કૌટુંબિક ઇતિહાસ હોય, તો સમયાંતરે બાળકના શરીરનું ચેકઅપ કરાવતા રહો. જો કેન્સર સંબંધિત કોષો ઉભરી રહ્યા હોય તો તેમની વહેલી તપાસ થવાની સંભાવના છે. પિઝા, બર્ગર, ચાઉમિન, ફ્રેન્ચ ફ્રાઈસ જેવા જંકફૂડ પણ કેન્સરનું કારણ બને છે. આ સિવાય જો બાળક ઓછું સક્રિય હોય તો પણ રોગનો શિકાર થવાની શક્યતા રહે છે.

કેટલાક નિવારક પગલાં લઈ શકાય છે

માના દૂધમાં  વિશેષ   પોષક તત્વો હોય છે. તે કેન્સર અને અન્ય રોગો સામે રક્ષણ આપે છે. બાળકને 6 મહિનાની ઉંમર સુધી સ્તનપાન કરાવવું જોઈએ. આ કારણે બાળકમાં કેન્સર થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. નવજાત કે તેનાથી થોડા મોટા બાળકને તડકામાં ન રાખવા જોઈએ. સૂર્યના યુવી કિરણો ત્વચાના કેન્સરનું જોખમ વધારી શકે છે. પ્રદૂષણથી દૂર રહો. 11 થી 12 વર્ષના બાળકને સર્વાઇકલ કેન્સરની રસી લેવી જરૂરી છે. આ સિવાય જે પણ નિયમિત રસીઓ છે. તેમને પણ અપાવવાનું  ભૂલશો નહીં. સ્વસ્થ રહેવા માટે બાળકને સ્વસ્થ આહાર આપો. પરંતુ અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે જો બાળકમાં કેન્સર સંબંધિત કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો ડોક્ટર પાસે જવામાં મોડું ન કરો.

બાળકોમાં કેન્સરના આંકડા ભયાનક છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટામાં સામે આવ્યું છે કે દેશમાં દર વર્ષે લગભગ 14 લાખ કેન્સરના કેસ જોવા મળે છે. તેમાંથી 8 લાખ લોકો કેન્સરને કારણે જીવ ગુમાવે છે. કેન્સરના કુલ કેસોમાંથી 4 ટકા કેસ બાળકો સાથે સંબંધિત છે. દિલ્હીમાં આ સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. AIIMS કેન્સર સેન્ટર અને AIIMS નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં સામે આવ્યું છે કે દિલ્હીમાં દર વર્ષે કેન્સરના 22,000 નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેમાંથી 4 ટકા બાળકો સંબંધિત છે. 0 થી 14 વર્ષના બાળકોમાં કેન્સર વધુ જોવા મળે છે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'

વિડિઓઝ

Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Embed widget