Health: સાવધાન જો આ રીતે રોટલી બનાવતા હશો તો સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, જાણો એકસ્પર્ટનો મત
જર્નલ એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં પ્રકાશિત થયેલા એક તાજેતરના સંશોધન મુજબ, ગેસ સ્ટવ્સ આવા હવા પ્રદૂષકોને ઉત્સર્જન કરે છે જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. WHO પણ તારણ સાથે સહમત છે.
Health:ગેસની ફ્લેમ સીધી જ રોટલી શેકવાના ગંભીર પરિણામો આવી શકે છે.ગેસ સ્ટ્વ એવા એર પોલ્યુશનનું ઉત્સર્જન કરે છેજે જે શ્વસન અને હૃદયના રોગોનું જોખમ ઊભું કરે છે.મોટાભાગના ઘરોમાં રોટલી ફુલાવવા માટે ગેસની સીઘી ફ્લેમમાં રોટલી શેકવામાં આવે છે. ગેસની ફ્લેમમાં સીધી રોટલી શેકવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જાણીએ આ રીતથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.
રોટલી એ આપણા આહારનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. થાળીમાં રોટલી ન હોય તો જાણે ભોજન અધૂરું લાગે. કેટલાક લોકોની રોટલી બનાવવાની રીત પણ અલગ હોય છે. કેટલાક લોકો તેને ફુલાવવા માટે ગેસની આંચ પર સીધું શેકવાનું પસંદ કરે છે. આનાથી રોટલી ઝડપથી ફૂલી જાય છે અને સમય પણ બચે છે. પરંતુ તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. રોટલી ગેસની ફ્લેમના સીધા સંપર્કમાં આવતા જ તમારા માટે ખતરનાક બની જાય છે.આજે આ લેખમાં આપણે જાણીશું કે આ રીતે રોટલી બનાવવાથી તમારા સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.
નવો અભ્યાસ શું કહે છે
જર્નલ એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં પ્રકાશિત થયેલા એક તાજેતરના સંશોધન મુજબ, ગેસ સ્ટવ્સ આવા હવા પ્રદૂષકોને ઉત્સર્જન કરે છે જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. WHO પણ તારણ સાથે સહમત છે. આ પ્રદૂષકો કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, જે શ્વસન અને હૃદયના રોગોનું જોખમ ઊભું કરે છે. એટલું જ નહીં તેનાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે.
બીજી તરફ, ન્યુટ્રિશન એન્ડ કેન્સર જર્નલમાં પ્રકાશિત અન્ય એક સંશોધન અનુસાર, વધુ ગરમી પર રસોઈ કરવાથી કાર્સિનોજેન્સ ઉત્પન્ન થઈ શકે છે જે શરીરના અંગો માટે યોગ્ય નથી માનવામાં આવતું. તમને જણાવી દઈએ કે, ઘઉંના લોટમાં કુદરતી ખાંડનું ચોક્કસ સ્તર હોય છે. એક પ્રોટીન છે, જેને જો આજે સીધું ગરમ કરવામાં આવે તો તે કાર્સિનોજેનિક પેદા કરી શકે છે જે માનવ શરીર માટે બિલકુલ સલામત નથી.જો કે હજુ આ અંગે વધુ સંશોધનની જરૂર છે, પરંતુ અત્યાર સુધીના સંશોધનો પર નજર કરીએ તો ગેસની ફ્લેમ પર સીધી જ રોટલી પકવવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, તેથી સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આવી ભૂલ ન કરવી તે વધુ સારું છે.
તવા પર આ રીતે રોટલી બનાવો
જૂના જમાનામાં રોટલી બનાવતી વખતે લોકો તવા પર મૂકેલી રોટલીને સુતરાઉ કપડાથી દબાવીને ચારેબાજુ ફેરવીને શેકતા હતા.આનાથી રોટલી ચારે બાજુથી સારી રીતે પાકી જતી હતી અને સીધી ફ્લેમ પર ર રાખવાની જરૂર નથી.રોટલી શેકવાની આ સૌથી સલામત રીત છે.
કાર્સિનોજેનિક શું હોય છે
કાર્સિનોજેનિક એ એક પદાર્થ અથવા વસ્તુ છે જે કેન્સરનું કારણ બની શકે છે, જીનને તે પ્રભાવિત કરીને કોશિકાને નુકસાન પહોંચાડે છે. જેથી તે કેન્સરના કોષોમાં ફેરવાય.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )