શોધખોળ કરો

Health Tips: સાવધાન સૂતી વખતે આ ભૂલ કરશો તો સર્વાઇક સહિતની આ સમસ્યાનું જોખમ

સ્લિપ ડિસ્કની સમસ્યા થવાની પણ શક્યતા છે. સૂતી વખતે બરાબર ઊંઘ ન આવવાથી કરોડરજ્જુ પર દબાણ આવે છે અને આ ડિસ્ક સરકી જાય છે.

Health Tips:કેટલીકવાર ઊંઘવાની કેટલીક આદત હોય છે જે તમને રોગો તરફ દોરી જાય છે, તેમાંથી એક છે ઉંચા ઓશીકા સાથે સૂવું. આ એક આદત છે જે તમારે તરત જ બદલવી જોઈએ નહિ તો નુકસાન માટે તૈયાર રહેવું.

દિવસના થાકને દૂર કરવા માટે, આપણને ઊંઘ અને આરામની જરૂર છે. જ્યારે આપણે સૂઈએ છીએ, ત્યારે આખા દિવસ દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા આપણા કોષોનું સમારકામ થાય છે. તણાવથી રાહત મળે છે અને સ્નાયુઓને આરામ આપે છે. આ જ કારણ છે કે આપણે બને તેટલું કમ્ફર્ટ ઝોનમાં સૂઈએ છીએ, પરંતુ કેટલીકવાર ઊંઘવાની કેટલીક આદત હોય છે જે તમને બીમારીઓ તરફ લઈ જાય છે, તેમાંથી એક છે ઉંચા ઓશીકા સાથે સૂવું. આ એક એવી આદત છે જેને તમારે તરત જ બદલી નાખવી જોઈએ, ચાલો જાણીએ આના કારણે કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે.

સર્વાઇકલ સમસ્યા

ઘણીવાર લોકો સર્વાઇકલની સમસ્યાથી પરેશાન હોય છે, ગરદનનો એટલો તીક્ષ્ણ દુખાવો હોય છે કે ક્યારેક તે અસહ્ય બની જાય  છે, ઘણી વખત ઉંચા ઓશીકા સાથે સૂવાને કારણે લોકોને આ સમસ્યા થાય છે. જો તમે પણ આવું રોજ કરો છો તો સર્વાઈકલ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. સર્વાઇકલ એક વાર થશે, પછી તમારા રોજિંદા કામમાં અડચણ આવશે.ઘણી વખત તીવ્ર દુખાવાના કારણે લોકોને ચક્કર આવવા લાગે છે અને પરિસ્થિતિ ગંભીર બની જાય છે.

ત્વચા પર ખીલ

ઊંચા ઓશીકા સાથે સૂતી વખતે તમારા રક્ત પરિભ્રમણને અસર થાય છે. આના કારણે ચહેરાના રક્ત પરિભ્રમણમાં સમસ્યા થાય છે, જેના કારણે ચહેરાના છિદ્રો પ્રભાવિત થાય છે. જેના કારણે લોકોને પિમ્પલ્સ અને ખીલની સમસ્યા થાય છે અને લોકો સમજી શકતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે.

સ્લિપ ડિસ્ક સમસ્યા

સ્લિપ ડિસ્કની સમસ્યા થવાની પણ શક્યતા છે. સૂતી વખતે બરાબર ઊંઘ ન આવવાથી કરોડરજ્જુ પર દબાણ આવે છે અને આ ડિસ્ક સરકી જાય છે. જેના કારણે ખભા, પીઠ અને ગરદનમાં દુખાવો થાય છે. એટલો દુખાવો થાય છે કે લોકોને ઉઠવા-બેસવામાં તકલીફ પડે છે.ગરદનના દુખાવાની સમસ્યા છે અને તમે વારંવાર જાગી જાઓ છો, તમને ગુણવત્તાયુક્ત ઊંઘ નથી આવતી.

સૂવાની સાચી રીત કઈ છે?

દરેક વ્યક્તિની ઊંઘની પેટર્ન અલગ-અલગ હોય છે. પેટની સ્થિતિ, ફ્રી ફોલ પોઝિશન, શોલ્ડર પોઝિશન સહિત ઘણા પ્રકારની સ્લીપિંગ પોઝિશન પણ છે, અડધાથી વધુ લોકો ત્રણ પ્રકારની પોઝિશનમાં સૂવાનું પસંદ કરે છે, જેમાં પીઠ પર સૂવું, પેટ પર સૂવું અને બાજુ પર સૂવું. પરંતુ ડાબા પડખે સૂવું સૌથી વધુ સારું માનવામાં આવે છે. આયુર્વેદના નિષ્ણાતોના મતે રાત્રે ડાબા પડખે સૂવાથી તમારી પાચનક્રિયા સુધરે છે. ઉપરાંત, તમારા પેટ પર કોઈ દબાણ નથી આવતું. જ્યારે જમણી બાજુ સૂવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. જે લોકોને રાત્રે હાર્ટબર્ન થાય છે તેમને પણ ડાબી પડખે સૂવાની સલાહ આપવામાં આવે છે.આ સાથે, રાત્રે ખૂબ ચુસ્ત કપડા ન પહેરવા જોઈએ. ઓશીકું એટલું ઊંચુ ન હોવું જોઇએ કે  ગરદનનો ભાગ વધુ  ઉંચો રહે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
Embed widget