Research :શું ઠંડા વેધરમાં વધતી ઉંમરની થંભી જાય છે? જાણો વૈજ્ઞાનિકોએ શું કર્યો દાવો
વૈજ્ઞાનિકોને પ્રયોગોના આધારે જાણવા મળ્યું કે, ઠંડીને કારણે એવી પ્રક્રિયા થાય છે કે, , જેના કારણે કોષોમાંથી ક્ષતિગ્રસ્ત પ્રોટીન દૂર થઈ જાય છે. આની મદદથી, વૃદ્ધત્વ અને તેની સાથે સંબંધિત વિકારોની રિપેર કરી શકાય છે.
Low Temperature And Age:વૈજ્ઞાનિકોને પ્રયોગોના આધારે જાણવા મળ્યું કે, ઠંડીને કારણે એવી પ્રક્રિયા થાય છે કે, , જેના કારણે કોષોમાંથી ક્ષતિગ્રસ્ત પ્રોટીન દૂર થઈ જાય છે. આની મદદથી, વૃદ્ધત્વ અને તેની સાથે સંબંધિત વિકારોની રિપેર કરી શકાય છે.
કોણ ઈચ્છશે કે, તેની ઉંમર ઝડપથી વધે અથવા તે ઝડપથી વૃદ્ધ થઈ જાય... દરેક વ્યક્તિ હંમેશા યંગ રહેવા ઇચ્છે છે. માનવીની વધતી ઉંમર અંગે તાજેતરમાં થયેલા એક અભ્યાસના પરિણામો જાણીને તમને આશ્ચર્ય થશે. વાસ્તવમાં, આપણા શરીરની કેટલીક પ્રક્રિયાઓ વૃદ્ધત્વને રોકવાનું પણ કામ કરે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, ઠંડા વાતાવરણમાં શરીરમાં થતી વૃદ્ધત્વ તરફથી ગતિ ધીમી થઇ જાય છે. જેના કારણે બહુ ધીમી ગતિએ વૃદ્ધત્વના લક્ષણો શરીર પર જોવા મળે છે.
જર્મનીની કોલોન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જંતુઓ પર પ્રયોગો કર્યા. આ પ્રયોગોના આધારે તેણે તેની તરફેણમાં બીજું કારણ શોધી કાઢ્યું છે. ઠંડીને કારણે આવી પ્રક્રિયાઓ બને છે, જેના કારણે આપણા કોષોમાંથી ક્ષતિગ્રસ્ત પ્રોટીન દૂર થઈ જાય છે.
ફેરફારો ફાયદાકારક બની શકે છે
આનો અર્થ એ નથી કે, ઠંડીમાં બેસવું એ કોઈપણ પ્રકારની સારવારનો વિકલ્પ છે. ઊલટાનું, આ સંશોધનથી જાણવા મળે છે કે ઠંડા તાપમાન દ્વારા કયા પ્રકારની પ્રક્રિયાઓ શરૂ થાય છે. જે બાદ સારવારમાં મદદ મળી શકે છે. નેચર એજિંગમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ અંગે સંશોધકોએ જણાવ્યું હતું કે ખૂબ જ નીચું તાપમાન પરિવર્તન લાવે છે અને તેની ફાયદાકારક અસરો થઈ શકે છે.
વૈજ્ઞાનિકો આના પર કામ કરી રહ્યા છે
સંશોધકોએ લેબમાં સિનોરહેબડિટિસ એલિગન્સ નામના કૃમિ અને માનવ કોષો પર પરીક્ષણ કર્યું અને જાણવા મળ્યું કે ,ઠંડુ તાપમાન કોષોમાંથી પ્રોટીનના ઝુંડને દૂર કરવામાં મદદરૂપ છે. આ પ્રક્રિયામાં પ્રોટીઝોમ નામના સ્ટ્રક્ચર્સનો મહત્વનો ફાળો છે. સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું છે કે બહેતર જિનેટિક એન્જિનિયરિંગની મદદથી, ઠંડક વિના પણ વિના સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય છે.
હજુ ઘણું શંસોધન બાકી
આવી સ્થિતિમાં, વૃદ્ધત્વ અને તેની સાથે સંબંધિત રોગોની સારવાર પર અસર થવાની સંભાવના વધી ગઈ છે. ઠંડા તાપમાન અને વૃદ્ધત્વ વચ્ચેના સંબંધ પર હજી ઘણું શોધવાનું બાકી છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં માનવ શરીરની અંદરનું સરેરાશ તાપમાન પણ ઘટી રહ્યું છે. જે આ આયુષ્ય પર પણ અસર કરી શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )