(Source: ECI/ABP News/ABP Majha)
Weight loss: ડિનરમાં આ ફૂડનું સેવન કરવાથી વધશે વજન, જાણો શું ખાશો તો મેદસ્વિતા નોતરશો
Weight loss:વજન ઘટાડવા માટે, મેટાબોલિઝમ યોગ્ય રીતે કાર્ય કરે તે મહત્વનું છે. સંશોધકોનું કહેવું છે કે, આપણા શરીરનું મેટાબોલિઝમ દિવસ દરમિયાન યોગ્ય રીતે કામ કરે છે. પરંતુ આપણું પાચન તંત્ર સાંજે યોગ્ય રીતે કામ કરતું નથી. આવી સ્થિતિમાં, જો તમે વધુ પડતું ખાઓ અથવા એવી વસ્તુ ખાઓ જે ન ખાવી જોઈએ, તો તે યોગ્ય રીતે પચતું નથી.
Weight loss:વજનએ નાની સમસ્યા નથી. કારણ કે તેનાથી ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ બીપી તેમજ હૃદયની બીમારીઓ થઈ શકે છે. તેથી, જે લોકોનું વજન વધારે છે તેઓએ વજન ઘટાડવા માટે વ્યવસ્થિત પ્રયત્નો કરવા જોઈએ. વજન ઓછું કરવા માટે, દરરોજ કસરત કરવાની સાથે, વ્યક્તિએ ખાવામાં પણ ખૂબ કાળજી લેવી જોઈએ.
જો તમે સ્વસ્થ રીતે વજન ઘટાડવા માંગતા હો, તો તમારી પાચન તંત્ર યોગ્ય રીતે કાર્ય કરે તે જરૂરી છે. શું તમે જાણો છો? આપણું પાચનતંત્ર કુદરતી રીતે સર્કેડિયન લયને અનુસરે છે. એટલે કે તે સવારે વધુ અને રાત્રે ઓછું કામ કરે છે. આનો અર્થ એ છે કે જો તમે રાત્રે ખૂબ જ ખાઓ છો, તો ખોરાક યોગ્ય રીતે પચતો નથી. અને શરીરમાં ચરબી જમા થાય છે. તેનાથી તમારું વજન વધુ વધે છે.
વજન ઘટાડવા માટે, મેટાબોલિઝમ યોગ્ય રીતે કાર્ય કરે તે મહત્વનું છે. સંશોધકોનું કહેવું છે કે, આપણા શરીરનું મેટાબોલિઝમ દિવસ દરમિયાન યોગ્ય રીતે કામ કરે છે. પરંતુ આપણું પાચન તંત્ર સાંજે યોગ્ય રીતે કામ કરતું નથી. આવી સ્થિતિમાં, જો તમે વધુ પડતું ખાઓ અથવા એવી વસ્તુ ખાઓ જે ન ખાવી જોઈએ, તો તે યોગ્ય રીતે પચતું નથી. આ કારણે તમારું વજન ઘણું વધી જાય છે. તો ચાલો જાણીએ કે વજન ઘટાડવા માટે રાત્રે શું ન ખાવું જોઈએ.
ફ્રોઝન ફૂડ
પ્રોસેસ્ડ અને ફ્રોઝન ફૂડ રાત્રે બિલકુલ ન ખાવા જોઈએ. કારણ કે, આ ફૂડ વજન વધારે છે. ભલે તે ગમે તેટલા સ્વાદિષ્ટ હોય, તેમાં ખતરનાક પ્રિઝર્વેટિવ્સ, હોય છે. આ ફૂડને ગરમ કરેલા એક જ તેલમાં ફ્રાઇ કરવામાં આવે છે. આ કારણે, તેમાં વધુ કેલરી અને ઓછા પોષક તત્વો હોય છે. આ ફૂડ ખાવાથી વજન વધે છે. આથી ફ્રોઝન પ્રોસેસ્ડ ફૂડ ન ખાઓ.
માઇક્રોવેવ પોપકોર્ન
પોપકોર્ન કોને ન ગમે? પરંતુ માઈક્રોવેવ પોપકોર્ન ન ખાવા જ સારા. કારણ કે તેમાં ટ્રાન્સ ફેટ અને સોડિયમનું ઉચ્ચ સ્તર હોય છે. જો તમે આને સાંજે ખાશો તો તમારું વજન ઘટશે નહીં, પરંતુ વધશે.
કાર્બોરેટેડ પીણાં
ઘણા લોકો રાત્રે કોલ્ડ ડ્રિન્ક્સ અને કાર્બોનેટેડ પીણાં પીવે છે. પરંતુ આ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારા નથી. આમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. જો તમે આને રાત્રે પીશો તો તમારું પાચન યોગ્ય રીતે નહીં થાય. ઉપરાંત, તમે રાત્રે સૂઈ શકશો નહીં. તેનાથી તમારું વજન વધુ વધશે.
કેચઅપ
ઘણા લોકોને કેચઅપનો મોટાભાગના ફૂડ સાથે વધુ ઉપયોગ કરે છે. પરંતુ તેમાં ઉચ્ચ ફ્રુક્ટોઝ કોર્ન સીરપ હોય છે, જેમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જો તમે દરરોજ કેચઅપ ખાશો તો તમારું વજન ઘણું વધી જશે. ખાસ કરીને જો તમે તેને રાત્રે ખાશો તો તમારું વજન તમારી ધારણા કરતા પણ વધી શકે છે.
ફ્રેન્ચ ફ્રાઈસ
ફ્રેન્ચ ફ્રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ તેમાં કોલેસ્ટ્રોલ, સેચ્યુરેટેડ ફેટ અને કેલરી ખૂબ જ વધારે હોય છે. આપણું ચયાપચય સાંજે ધીમી પડી જાય છે. આવી સ્થિતિમાં જો તમે આ ખાશો તો તમારું વજન ઘટવાને બદલે વધશે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે સૂવાના બે-ત્રણ કલાક પહેલા કંઈપણ ન ખાવું જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )