Uric Acid : યુરિક એસિડને આ રીતે કરો કંટ્રોલ, તમારા ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ
યુરિક એસિડ કુદરતી રીતે શરીરમાંથી બહાર આવે છે, પરંતુ કેટલીકવાર જ્યારે યુરિક એસિડ વધારે હોય છે, ત્યારે તે ક્રિસ્ટલ્સના રૂપમાં સાંધામાં જમા થવા લાગે છે.
યુરિક એસિડ કુદરતી રીતે શરીરમાંથી બહાર આવે છે, પરંતુ કેટલીકવાર જ્યારે યુરિક એસિડ વધારે હોય છે, ત્યારે તે ક્રિસ્ટલ્સના રૂપમાં સાંધામાં જમા થવા લાગે છે. જેના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. ક્રિસ્ટલના રૂપમાં જમા થયેલો યુરિક એસિડ સાંધાના દુખાવાનું મુખ્ય કારણ છે. જેના કારણે હાથ-પગમાં સોજો આવે છે.
યુરિક એસિડને કંટ્રોલ કરવા આ વસ્તુઓનું કરો સેવન
યુરિક એસિડની સમસ્યાને કંટ્રોલમાં કરવા માટે લીંબુનું સેવન કરવું જોઈએ. લીંબુનું સેવન કરવાથી દુખાવો અને સોજો ઓછો થાય છે. લીલા શાકભાજીના સેવનથી યુરિક એસિડ કંટ્રોલ કરી શકાય છે. આ સ્થિતિમાં તમે મશરૂમ, પાલક, બથુઆ, શતાવરી જેવા શાકભાજીનું સેવન કરી શકો છો.
યુરિક એસિડ કંટ્રોલ કરવા ઈંડાનું સેવન કરી શકો છો. ઈંડા ખાવાથી તમારી સમસ્યા કંટ્રોલમાં રહેશે. તમને યુરિક એસિડની સમસ્યા હોય તો દિવસભર 6 થી 8 ગ્લાસ પાણી પીવો. તેનાથી ગાઉટની સમસ્યા ઓછી થશે. યુરિક એસિડમાં ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરી શકાય છે. જો કે તેમાં ચરબીનું પ્રમાણ ઓછું હોવું જોઈએ.તમે યુરિક એસિડમાં કઠોળ ખાઈ શકો છો. તે તમારા શરીરમાં યુરિક એસિડને નિયંત્રિત કરી શકે છે.
યુરિક એસિડનું સ્તર વધી જાય તો આ શાકભાજીને ટાળો
રીંગણ- યુરિક એસિડના દર્દીઓએ રીંગણ ન ખાવા જોઈએ. રીંગણ ખાવાથી શરીરમાં પ્યુરીનની માત્રા વધી શકે છે. જેના કારણે તમને સાંધામાં દુખાવો અને સોજાની સમસ્યા થઈ શકે છે. યુરિક એસિડના દર્દીઓએ વધુ પ્રમાણમાં રીંગણ ન ખાવા જોઈએ.
લીલા શાકભાજીમાં પાલકને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ વધુ પડતી પાલક ખાવાથી યુરિક એસિડ વધે છે. પાલકમાં પ્રોટીન અને પ્યુરિન બંને હોય છે, જેનાથી સોજો અને દુખાવો થઈ શકે છે. તેથી યુરિક એસિડના કિસ્સામાં પાલક ન ખાવી જોઈએ.
કોબીજ- જો કે ફૂલકોબીની સિઝન શિયાળામાં હોય છે, પરંતુ આજકાલ કોબીજ આખા વર્ષ દરમિયાન મળે છે. ઉચ્ચ યુરિક એસિડ ધરાવતા દર્દીઓએ કોબીનું સેવન ન કરવું જોઈએ. કોબીમાં પ્યુરીનનું પ્રમાણ વધુ હોય છે. તેથી, જો તમને યુરિક એસિડ હોય તો કોબી ન ખાઓ.
મશરૂમ- ચોમાસાની શાકભાજીમાં મશરૂમનો પણ સમાવેશ થાય છે. મશરૂમ્સ સ્વાદિષ્ટ હોઈ શકે છે, પરંતુ ઉચ્ચ યુરિક એસિડ ધરાવતા દર્દીઓએ મશરૂમ્સ ટાળવા જોઈએ. મશરૂમમાં પ્યુરિનનું પ્રમાણ વધુ હોય છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
શરીરમાં આ લક્ષણો જોવા મળે તો થઈ જાવ સાવધાન! ફેટી લીવરનો હોઈ શકે છે ખતરો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )