શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

કોરોનામાંથી સાજા થયા પછી પણ દર્દીઓમાં જોવા મળે છે આવા લક્ષણો, તેની સારવાર માટે શું કરવું જોઈએ?જાણો

કોરોનામાંથી સાજા થયા પછી, લોકોમાં થાક, વીકનેસ, સ્વાદ ગુમાવવો વગેરે જેવી વિવિધ પ્રકારની સમસ્યાઓ જોવા મળી છે. તેમજ આ લક્ષણો લાંબા સમય સુધી જોવા મળી શકે છે.

Coronavirus: કોરોનામાંથી સાજા થયા પછી, લોકોમાં થાક, વીકનેસ,  સ્વાદ ગુમાવવો વગેરે જેવી વિવિધ પ્રકારની સમસ્યાઓ જોવા મળી છે. તેમજ આ લક્ષણો લાંબા સમય સુધી જોવા મળી શકે છે

કોરોના વાયરસએ ફરી એકવાર સમગ્ર વિશ્વને ઘેરી લીધું છે, જેના કારણે વિશ્વભરમાં લાખો લોકોના મોત થયા છે. કોરોનાના નવા પ્રકારો સતત આપણી સામે આવી રહ્યા છે. વિશ્વ હજુ સુધી ડેલ્ટા વેરિઅન્ટ કટોકટીમાંથી બહાર નીકળી શક્યું ન હતું, તે દરમિયાન ઓમિક્રોન વેરિઅન્ટે દસ્તક આપી છે. લોકો કોવિડ-19નો શિકાર બની રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનામાંથી સાજા થયા બાદ પણ લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કોરોનામાંથી સાજા થયા પછી, લોકોમાં થાક, વીકનેસ, સ્વાદ ગુમાવવો વગેરે જેવી વિવિધ પ્રકારની સમસ્યાઓ જોવા મળી છે. ઉપરાંત, આ લક્ષણો લાંબા સમય સુધી જોઇ શકાય છે. લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે, તેઓ ઘણી સમસ્યાઓનો સામનો પણ કરી શકે છે. એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં દર્દીઓને કોરોનામાંથી સાજા થયા પછી હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ થયો હોય.

આ સિવાય કોરોના વાયરસ શરીરમાં કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે. કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા દર્દીઓને એક અઠવાડિયા કે એક મહિના પછી સતત ઉધરસ, નબળાઈ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને બ્રેઇન ફોગ જેવી ફરિયાદો થઈ શકે છે. આવી સ્થિતિમાં, આ લક્ષણોને ધ્યાનમાં રાખીને, દર્દીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી વધુ સારવાર લેવી જોઈએ.

નબળી ઇમ્યુનિટી ધરાવતાં લોકો ઓમિક્રોનથી બચવા માટે આજે જ ડાયટમાં સામેલ કરો આ ફૂડ
Foods that Increases Immunity: વર્ષ 2020 માં કોરોનાની મહામારીની શરૂઆતથી જ એક વિષય પર સૌથી વધુ વાત કરવામાં આવી, તે છે રોગપ્રતિકારક શક્તિ. આયુર્વેદમાં વર્ષોથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જડીબુટ્ટીઓ અને દવાઓનું સેવન અસરકારક માનવામાં આવે છે. આ આવશ્યક દવાઓ (મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે જડીબુટ્ટીઓ) ઘણા પ્રકારના રોગોને દૂર કરીને આપણને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

નિષ્ણાતોના મતે, કોરોનાવાયરસ સૌથી પહેલા તે લોકો પર હુમલો કરે છે જેની  રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ ઈન્ફેક્શનના વધતા સંક્રમણને જોતા આપણે આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.  આપની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને  આપ ઓમિક્રોન વેરિઅન્ટથી સુરક્ષા ઇચ્છતા હો તો રોજિંદા આહારમાં આ વસ્તુઓને ચોક્કસપણે સામેલ કરો. 

આંબળાનું કરો સેવન
આંબળ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી મદદ કરે છે. તે શિયાળામાં થતી શરદી, ઉધરસ જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. કોરોનાની મહામારીમાં જાતને  સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, આંબળા સેવન કરવું જોઈએ. આંબળામાં  વિટામિન સી, એમિનો એસિડ, પેક્ટીન જેવા પોષક તત્વો મોટી માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેના સેવન માટે આપ  આંબળાનો રસ,  જામ, અથાણું વગેરેનું સેવન કરી શકો છો. તે લીવર, હૃદય, મગજ અને ફેફસાંને સ્વસ્થ રાખવામાં પણ કારગર છે.

અશ્વગંધાનું કરો સેવન
અશ્વગંધા આપણી ઇમ્યુનિટી વધારવા માટે કારગર છે. તે ભારત સહિત મધ્ય પૂર્વ આફ્રિકા સહિતના વિસ્તારમાં થાય છે તે રોગપ્રતિકારકશક્તિ વધારવાનું ઉત્તમ હથિયાર છે. તણાવ અનિંદ્રાની સમસ્યા પણ તેનાથી દૂર થાય છે. 
તુલસીનું સેવન જરૂર કરો
તુલસી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે તે વરદાનથી ઓછું નથી. તે ઘણા પ્રકારના ચેપી રોગો સામે લડવામાં પણ ખૂબ અસરકારક છે. શિયાળાની ઋતુમાં, લોકો ઘણીવાર શરદી, ઉધરસ, તાવ (સીઝનલ ડિસીઝ) ની સમસ્યાનો સામનો કરે છે. આવી સ્થિતિમાં તુલસી આ તમામ રોગોને દૂર કરવામાં અસરકારક છે. આ સાથે તે ચિંતા, તણાવ અને થાક જેવી સમસ્યાઓને પણ દૂર કરે છે.
તુલસીના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ મોટી માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં હાજર તમામ ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો આપ  દરરોજ સવારે  તુલસી ચાનું સેવનની આદત પાડશો તો તે પણ અનેક  બીમારીઓથી દૂર રાખવામાં મદદ કર

Disclaimer:એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,   આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rape With Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલરClashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારોAhmedabad Custodial Death : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દર્શન ચૌહાણનું મોત, પોલીસે હાથ ધરી તપાસDakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,   આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Embed widget