શોધખોળ કરો

Winter Health tips: ઠંડીમાં વધી રહ્યાં છે બ્રેઇન સ્ટ્રોકના કેસ, રક્ષણ માટે કરો આ નિયમ ફોલો, જાણો એક્સ્પર્ટે શું આપી સલાહ

Winter Health tips: કડકડતી ઠંડી વચ્ચે દિલ્હીમાં બ્રેઈન સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. આને ટાળવા માટે, ડૉક્ટરે કેટલા સૂચનો કર્યો છે.

Winter Health tips: દેશની રાજધાની દિલ્હી કોલ્ડવેવના કારણે ખરાબ હાલતમાં છે. દિલ્હીના રહેવાસીઓને આગામી સપ્તાહ માટે કેટલીક વિશેષ ચેતવણીઓ આપવામાં આવી છે. દિલ્હીનું તાપમાન ફરી 3-5 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની શક્યતા છે. સરકારી રેકોર્ડ મુજબ, 23 વર્ષમાં નોંધાયેલ આ ત્રીજી સૌથી ખતરનાક શીત લહેર છે. શહેરમાં લઘુત્તમ તાપમાન ઘટીને 1.9 ડિગ્રી નોંધાયું હતું. રાજધાનીમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. હેલ્થ સ્પેશિયાલિસ્ટના જણાવ્યા અનુસાર, જ્યારથી દિલ્હીમાં કોલ્ડ વેવ અને ઠંડીનો પ્રકોપ વધ્યો છે. શહેરની આસપાસના વિસ્તારોમાં હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર અને બ્રેઈન સ્ટ્રોકના અનેક કેસ નોંધાયા છે.

'લોક નાયક જય પ્રકાશ' (LNJP) હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. સુરેશ કુમારના જણાવ્યા અનુસાર, 'અમને હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશરના લગભગ 10-15 ટકા વધુ દર્દીઓ મળ્યા છે. શીત લહેરની શરૂઆતમાં 12 દિવસમાં 50-70 વર્ષના વધુ લોકો અહીં આવ્યા છે. ટૂંક સમયમાં જ દિલ્હીનું તાપમાન ફરી ઘટવા જઈ રહ્યું છે. એવી ધારણા છે કે બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ એટેકના કેસ ફરી વધી શકે છે. આવી સ્થિતિમાં દિલ્હીની કેટલીક હોસ્પિટલોએ કેટલીક ખાસ સૂચનાઓ જાહેર  કરી છે. જેથી આ સ્થિતિથી બચી શકાય.

શા કારણે થાય છે બ્રેઇન સ્ટ્રોક

બ્રઇન  સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે લોહી તમારા મગજ સુધી યોગ્ય રીતે પહોંચતું નથી. જેના કારણે તમારા મગજને નુકસાન થાય છે. શિયાળા દરમિયાન આ સામાન્ય છે કારણ કે અતિશય ઠંડી રક્ત પરિભ્રમણને ઘણી અસર કરે છે. જેના કારણે મગજમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ શકે છે. મગજના સ્ટ્રોકના પ્રારંભિક ચેતવણીના ચિહ્નો અને લક્ષણો એ છે કે, કોઈ અંગ અથવા ચહેરામાં નિષ્ક્રિયતા આવે છે, બોલવામાં અને હલનચલન કરવામાં મુશ્કેલી, અચાનક ચક્કર આવવા, સ્નાયુમાં જડતા અને શરીરની એક બાજુએ અચાનક દુખાવો થાય છે. ઝાંખું દેખાઇ છે. દ્રષ્ટિની ખામી સાથે  બોલવામાં પણ તકલીફ પડી શકે છે.

બ્રેઇન સ્ટ્રોકથી ખુદને કેવી રીતે બચાવશો

આ શિયાળામાં, તમે તમારી જાતને બ્રેઈન સ્ટ્રોકથી બચાવી શકો છો, તેની  ઘણી રીતો છે. ડૉક્ટરો ભલામણ કરે છે કે તમે બહાર જાવ ત્યારે શક્ય તેટલું શરીરને કવર કરો.  શક્ય તેટલું ઘરની અંદર રહેવાનો પ્રયાસ કરો. આવા ખરાબ હવામાનમાં સારો આહાર લેવો જરૂરી છે. જેથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે અને આલ્કોહોલ ઓછો પીવો. આવું બિલકુલ ન કરો કે, ખૂબ ઠંડી છે તો ખૂબ આલ્કોહોલ પીવો. તે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. આ શિયાળામાં નિયમિત કસરત કરો. અને શરીરનું વજન વધારે ન વધવા દો. ઉપરાંત, તમારું કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર નિયમિતપણે તપાસતાં રહો.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Budget Expectations 2025: 8 લાખ સુધીની આવક પર નહીં લાગે ટેક્સ! જાણો બીજા ક્યાં થવા જઈ રહ્યા છે બદલાવ 
Budget Expectations 2025: 8 લાખ સુધીની આવક પર નહીં લાગે ટેક્સ! જાણો બીજા ક્યાં થવા જઈ રહ્યા છે બદલાવ 
Maharashtra: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોના 2 મહિના પછી રાજ ઠાકરેએ ઉઠાવ્યા સવાલો, કહ્યું- 'શરદ પવારને ફક્ત...'
Maharashtra: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોના 2 મહિના પછી રાજ ઠાકરેએ ઉઠાવ્યા સવાલો, કહ્યું- 'શરદ પવારને ફક્ત...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi:બજેટ સત્રના પ્રારંભમાં જ PM મોદીએ બજેટને લઈને શું કહી દીધી મોટી વાત?| Abp AsmitaSurendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગMaheshgiri Vs Girish Kotecha:‘ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું તને છોડીશ નહીં... ધમકી શેનો આપે છે’Mahakumbh 2025 News: મહાકુંભ 2025ને લઈને સૌથી મોટા સમાચાર, યોગી સરકારે કર્યો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Budget Expectations 2025: 8 લાખ સુધીની આવક પર નહીં લાગે ટેક્સ! જાણો બીજા ક્યાં થવા જઈ રહ્યા છે બદલાવ 
Budget Expectations 2025: 8 લાખ સુધીની આવક પર નહીં લાગે ટેક્સ! જાણો બીજા ક્યાં થવા જઈ રહ્યા છે બદલાવ 
Maharashtra: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોના 2 મહિના પછી રાજ ઠાકરેએ ઉઠાવ્યા સવાલો, કહ્યું- 'શરદ પવારને ફક્ત...'
Maharashtra: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોના 2 મહિના પછી રાજ ઠાકરેએ ઉઠાવ્યા સવાલો, કહ્યું- 'શરદ પવારને ફક્ત...'
Ranji Trophy: વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત,રણજી ટ્રોફી મેચમાં 6 રને થયો ક્લીન બોલ્ડ
Ranji Trophy: વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત,રણજી ટ્રોફી મેચમાં 6 રને થયો ક્લીન બોલ્ડ
'દેવી લક્ષ્મી ગરીબો અને મધ્યમ વર્ગ પર પોતાની કૃપા વરસાવે', કહીને PM મોદીએ બજેટ અગાઉ આપ્યા મોટા સંકેત
'દેવી લક્ષ્મી ગરીબો અને મધ્યમ વર્ગ પર પોતાની કૃપા વરસાવે', કહીને PM મોદીએ બજેટ અગાઉ આપ્યા મોટા સંકેત
Cricket: ઓસ્ટ્રેલિયાને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો! આ ધાકડ ખેલાડી થયો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર; IPL રમવા પર પણ સસ્પેન્સ
Cricket: ઓસ્ટ્રેલિયાને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો! આ ધાકડ ખેલાડી થયો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર; IPL રમવા પર પણ સસ્પેન્સ
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20, જાણો પિચ રિપોર્ટ,પ્લેઇંગ ઇલેવન અને મેચ પ્રિડિક્શન
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20, જાણો પિચ રિપોર્ટ,પ્લેઇંગ ઇલેવન અને મેચ પ્રિડિક્શન
Embed widget