શોધખોળ કરો
રાત્રે દહીં ખાવાથી શરીરમાં શું થાય, જાણો કોણે ન ખાવું જોઈએ
રાત્રે દહીં ખાવાથી શરીરમાં શું થાય, જાણો કોણે ન ખાવું જોઈએ

પ્રતિકાત્મક તસવીર
1/6

દહીંનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થાય છે. કારણ કે તેમાં રહેલા બેક્ટેરિયા શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડી કેટલીક સમસ્યાઓથી રક્ષણ આપે છે. પરંતુ જો દહીંનું યોગ્ય માત્રામાં સેવન ન કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.
2/6

આયુર્વેદ અનુસાર જો સવારે નાસ્તામાં દહીં લેવામાં આવે તો આખો દિવસ શરીરમાં સ્ફુર્તિ રહે છે. સાથે સુગરને પણ નિયંત્રણમાં રાખે છે. આ ઉપરાંત દહીં પાચન શક્તિ સુધારવામાં પણ મદદ કરે છે.
3/6

તેમજ કબજીયાતમાંથી રાહત આપે છે. પરંતુ દહીંને યોગ્ય સમયે યોગ્ય વસ્તુ સાથે ન ખાવામાં આવે તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
4/6

દહીં શરીર માટે જરૂરી આહાર ગણાય છે. પરંતુ દહીં ખાતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે. જેમાં રાત્રિના સમયે દહીં ખાવું હાનિકારક છે. દહીંમાં મીઠા અને તીખા ગુણ લાળ બનાવવાનુ કામ કરે છે. જે નાકની નળીમાં જમા થાય છે. પરિણામે નાક પર સોજો આવવો, શ્વાસ સંબંધિત સમસ્યાઓ પેદા કરે છે.
5/6

મોટાભાગના લોકો દહીં સાથે તળેલી કે આથાવાળી વસ્તુ ખાતા હોય છે. જેમાં આલુ પરોઠા સાથે દહીં ખાવાથી ડાયજેશનની પ્રોસેસ મંદ પડી જાય છે. તથા દહીં અને ખાટા ફળ એકસાથે ખાવાથી પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ સર્જાય છે.
6/6

અન્ય ખાસ વાત એ છે કે કાચા દહીંનું સેવન પણ ન કરવું જોઈએ.શક્ય હોય તો દહીંને હંમેશા ખાંડ, મધ, ગોળ, મીઠું, કાળા મરી, જીરા સાથે લેવું જોઈએ.
Published at : 29 Jan 2025 08:24 PM (IST)
આગળ જુઓ
Advertisement