શોધખોળ કરો

ડિપ્રેસનને માત્ર આ સરળ ઉપાયથી કરી શકાય છે દૂર, રોંજિદા કાર્યમાં તેમને આ રીતે કરો મદદ

ડિપ્રેશન માત્ર માનસિક જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આપણી આસપાસ એવા ઘણા લોકો હશે જેઓ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.

Depression:આપણે બધાએ આપણા જીવનમાં એક યા બીજા કારણોસર ચિંતા, તણાવ અને હતાશા અનુભવી હશે. ઘણી વખત એવી સ્થિતિ આવી હશે, જેના કારણે મન વિચારવાનું પણ બંધ કરી દેતું હશે. આપણે આપણી ચિંતાઓને આપણાથી દૂર કરવા માટે ઘણા પ્રયત્નો કરીએ છીએ, પરંતુ તેમ છતાં પણ કેટલીકવાર કેટલાક વિચારો આપણા મનને એટલા જકડી લે છે કે તેમાંથી છૂટકારો મેળવવાનો કોઈ રસ્તો નથી. આ સમસ્યા એટલી વધી જાય છે કે તે 'ડિપ્રેશન'નું સ્વરૂપ લે છે. ડિપ્રેશન એક એવી માનસિક બીમારી છે, જેમાં લોકો સકારાત્મક વિચારવાનું છોડી દે છે અને માત્ર નેગેટિવ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઘણી વખત આ સમસ્યા એટલી વધી જાય છે કે કેટલાક લોકો આત્મહત્યા જેવું ખતરનાક પગલું ભરવા માટે મજબૂર થઈ જાય છે.

 ડિપ્રેશન માત્ર માનસિક જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આપણી આસપાસ એવા ઘણા લોકો હશે જેઓ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. આવા લોકોને મદદની ખૂબ જરૂર હોય છે. જો તમે પણ એવા કોઈ વ્યક્તિને જાણો છો જે ડિપ્રેશન સાથે સંઘર્ષ કરી રહી છે, તો વિચારશો નહીં, જાઓ અને તેમને મદદ કરો. તેમને તમારો ટેકો આપો. જીવન પ્રત્યેનો તેમનો વિશ્વાસ જાગૃત કરો. નિષ્ણાતની મદદ લેવા માટે તેમને તૈયાર કરો. કારણ કે તમારો થોડો પ્રયાસ કોઈને ઘણી મદદ કરી શકે છે. અહીં અમે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા સૂચવવામાં આવેલી કેટલીક ખાસ પદ્ધતિઓનો ઉલ્લેખ કરી રહ્યા છીએ, જેને ધ્યાનમાં રાખીને તમે આવા લોકોને મદદ કરી શકો છો.

તેમની સાથે વાત કરો અને તમારો ટેકો આપો:

ડિપ્રેશનનો ભોગ બનેલાઓને ક્યારેય હળવાશથી ન લો. તેમની સાથે તેમની લાગણીઓ અને અનુભવો વિશે ખુલીને વાત કરો. તેમને તેમના વિચારો અને લાગણીઓ વિશે વાત કરવા પ્રેરિત કરો. અને તેમને સાંભળો. તેમની સાથેની તમારી વાતચીતમાં પ્રોત્સાહન અને સમર્થનના શબ્દોનો ઉપયોગ કરો. તેમને અહેસાસ કરાવો કે તેઓ એકલા નથી.

 તેમને નિષ્ણાતની મદદ લેવા માટે પ્રોત્સાહિત કરોઃ

 હતાશ લોકો માટે જેમ મિત્રો અને પરિવારનો ટેકો જરૂરી છે, તેવી જ રીતે તેમને માનસિક રોગના  નિષ્ણાતોની પણ જરૂર પડે છે. ડિપ્રેશનથી પીડિત લોકોને નિષ્ણાતોની મદદ લેવા માટે પ્રોત્સાહિત કરો.

 રોજિંદા કાર્યોમાં તેમને મદદ કરો:

 ડિપ્રેશનમાં રહેલા લોકો ઘણીવાર એટલા નબળા અને શક્તિહીન બની જાય છે કે તેઓ ઘણા મૂળભૂત કાર્યો કરી શકતા નથી જેથી તેમને  દરેક કામમાં મદદ કરો.

'વિન્ટર ડિપ્રેશન' શું છે?

શિયાળાની ઋતુ ચાલી રહી છે. આવી સ્થિતિમાં 'સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર' અથવા 'વિન્ટર ડિપ્રેશન' પણ ઘણા લોકોમાં જોવા મળે છે. આ ડિપ્રેશન વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળે છે. હકીકતમાં, શિયાળાની ઋતુમાં સૂર્યપ્રકાશનો અભાવ 'વિન્ટર ડિપ્રેશન'નું કારણ બની શકે છે. આ સિઝનમાં મોટાભાગના લોકો ઘરમાં બંધ રહે છે. મેલાટોનિનનું સ્તર વધે છે, જે વધુ ઊંઘ તરફ દોરી જાય છે. આ અનેક કારણો શિયાળામાં ડિપ્રેશનનું કારણ બને છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Embed widget