શોધખોળ કરો

Health: જો સલાડમાં કાકડી ખાશો તો ફાયદાના બદલે થશે નુકસાન 

કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તમે કાકડીનો ભરપૂર લાભ લેવા માંગતા હોવ તો બપોરે કાકડી ખાઓ. રાત્રે કાકડી ખાવાથી તે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

Health: કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તમે કાકડીનો ભરપૂર લાભ લેવા માંગતા હોવ તો બપોરે કાકડી ખાઓ. રાત્રે કાકડી ખાવાથી તે નુકસાનકારક સાબિત થઇ શકે છે.  જાણો કાકડીના ફાયદા અને ગેરફાયદા.

કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોટાભાગના ઘરોમાં કાકડીને સલાડમાં ખાવામાં આવે છે. કાકડીને વિટામિન્સ, મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પાવરહાઉસ કહેવામાં આવે છે. જો કે, કાકડી ક્યારે અને કેવી રીતે ખાવી તે વિશે ઘણા લોકો જાણતા નથી. એવું કહેવાય છે કે, કાકડી હંમેશા દિવસ દરમિયાન ખાવી જોઈએ. બપોરે કાકડી ખાવાથી મહત્તમ ફાયદો થાય છે. જો તમે રાત્રે કાકડીનું સેવન કરો છો તો ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. જાણો કાકડી ખાવાના શું ફાયદા અને ગેરફાયદા છે.

રાત્રે કાકડી ખાવાના નુકસાન

પાચન સંબંધિત સમસ્યા

જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય તેમણે રાત્રે કાકડી ખાવાનું ટાળવું જોઈએ. કાકડીમાં ક્યુકરબિટા સીન હોય છે, જે આપને પાચનક્રિયાને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે.

પાચન પર અસર

રાત્રે કાકડી ખાવાથી પેટમાં ભારેપણું આવે છે. કાકડી રાત્રે પચાવવી  મુશ્કેલ હોય છે. કાકડીને પચવા માટે સમય લાગે છે. તેથી રાત્રે તેને અવોઇડ કરવી જોઇએ.

અનિંદ્રા સમસ્યા

રાત્રે કાકડી ખાવાથી પણ ઊંઘ બગડી શકે છે. કાકડીમાં વધુ પાણી હોય છે, જેના કારણે પેટ ભારે લાગે છે અને સૂવામાં તકલીફ પડે છે. રાત્રે કાકડી ખાવાથી પાચનક્રિયા સંબંધિત સમસ્યા પણ થઇ શકે છે. રાત્રે વધુ ફિઝિકલ એક્ટિવિટી ન હોવાથી રાત્રે સુપાચ્ય, હળવો ખોરાક લેવો જ હિતાવહ છે.

કાકડી ખાવાના ફાયદા

વજન ઘટાડવામાં કારગર

વજન ઘટાડવા માટે કાકડી ખૂબ જ સારો વિકલ્પ છે. કાકડી ખાવાથી પેટ પણ ભરાય છે અને આપને ભરપૂર માત્રામાં પોષક તત્વો પણ મળે છે. કાકડીમાં 95 ટકા પાણી હોય છે, જે મેટાબોલિઝમને મજબૂત બનાવે છે.

ઈમ્યુનિટી પાવર

કાકડી ખાવાથી ઈમ્યુનિટી  મજબૂત બને છે. કાકડીમાં વિટામિન સી, બીટા કેરોટીન જેવા એન્ટીઓક્સીડેન્ટ છે. જેના કારણે શરીરમાં રહેલા ફ્રી રેડિકલ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

કેન્સરથી બચાવ

ઘણા સંશોધનોનું એવું પણ તારણ છે કે,  દરરોજ કાકડી ખાવાથી કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે. કાકડીમાં જોવા મળતા પ્રોટીન આપણા શરીરમાં કેન્સર સામે લડવાની તાકાત આપે છે. કાકડીમાં કેન્સર વિરોધી તત્વ હોવાથી તે કેન્સરના જોખમને ટાળવામાં પણ કારગર છે.

મજબૂત હાડકાં

જો  કાકડીને તેની છાલ સાથે ખાવામાં આવે તો તેનાથી હાડકાંને ફાયદો થાય છે. કાકડીની છાલમાં સિલિકા હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. આ સિવાય કાકડીમાં જોવા મળતું કેલ્શિયમ પણ હાડકાં માટે સારું છે 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget