(Source: ECI/ABP News/ABP Majha)
Exercise After Heart Attack: હાર્ટ અટેક બાદ એકસરસાઇઝ કરવી કે નહિ, જાણો એક્સ્પર્ટની સલાહ
હાર્ટ એટેકના થોડા દિવસો પછી હળવી કસરત કરવી ફાયદાકારક બની શકે છે. આમ કરવાથી શારીરિક ગતિવિધિઓ સારી રહે છે અને દર્દીને અન્ય બીજા ઘણા ફાયદા થાય છે.
Exercise After Heart Attack: હાર્ટ એટેકના થોડા દિવસો પછી હળવી કસરત કરવી ફાયદાકારક બની શકે છે. આમ કરવાથી શારીરિક ગતિવિધિઓ સારી રહે છે અને દર્દીને ઘણા ફાયદો થાય છે.
કોરોના બાદ હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. અગાઉ તે વૃદ્ધોમાં જોવા મળતું હતું. પરંતુ હવે યુવાનો પણ આ રોગનો શિકાર બની રહ્યા છે. ડૉક્ટરનું માનવું છે કે જે લોકો સ્વસ્થ રહેવા માગે છે અને તેમના હૃદયની તંદુરસ્તી સુધારવા માગે છે, તેમણે નિયમિત કસરત, યોગ અને આરોગ્યપ્રદ આહાર લેવો જોઈએ. સાથે જ કેટલાક લોકોના મનમાં એવો પ્રશ્ન પણ થાય છે કે, જેમને હાર્ટ એટેક આવે છે તેઓ કસરત કરી શકે કે નહીં? શું આમ કરવું ફાયદાકારક છે કે નુકસાન? આવો જાણીએ આ અંગે ડોક્ટરનું શું મંતવ્ય છે.
હાર્ટ એટેક પછી કસરત કરવી ફાયદાકારક છે?
નિષ્ણાતોનું માનવું છે કે, હાર્ટ એટેક આવ્યા બાદ દર્દીએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આવી સ્થિતિમાં હાર્ટ એટેકના થોડા દિવસો પછી હળવી કસરત કરવામાં આવે તો ફાયદો થઈ શકે છે. આમ કરવાથી શારીરિક પ્રવૃત્તિ યોગ્ય રહે છે અને દર્દીને લાભ મળી શકે છે. તમને જણાવી દઈએ કે અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત સ્વીડિશ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાર્ટ એટેકના પ્રથમ વર્ષમાં શારીરિક પ્રવૃત્તિના સ્તરમાં થોડો ઘટાડો પણ મૃત્યુનું જોખમ ઘટાડે છે. બીજી તરફ, જે લોકો હાર્ટ એટેક પછી શારીરિક પ્રવૃત્તિમાં બિલકુલ ભાગ લેતા નથી તેઓમાં મૃત્યુનું જોખમ વધુ હોવાનું જાણવા મળ્યું છે. તેનો અર્થ એવો કે સખત શારિરીક શ્રમ પડે તેવા કામ કે કસરત ટાળવી જોઇએ પરંતુ સાવ બેઠાડું જીવન પણ નુકસાનકારક છે જેથી વોકિંગને આપ રૂટીનમાં સામેલ કરી શકો છો.
કયા પ્રકારની કસરત યોગ્ય છે
જો તમારે કસરત કરવી હોય તો સૌથી પહેલા આ માટે તમારા ડોક્ટરની સલાહ લો.ડોક્ટરને પૂછ્યા વગર કોઈ પણ કસરત ન કરવી જોઈએ.જ્યારે હાર્ટ એટેક આવ્યા પછી થોડી રિકવરી બાદ આપ વોકિંગ કરી શકો છો. ડૉક્ટર્સ કહે છે કે હાર્ટ એટેક પછી તમારે સખત અને ઉચ્ચ-તીવ્રતાવાળી કસરત ટાળવી જોઈએ. હાર્ડ એક્સરસાઇઝ તમારા હૃદયને નુકસાન પહોંચાડી શકે છે.
હાર્ટ અટેકના દર્દીઓએ પોતાની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ?
બહાર નીકળવું ફાયદાકારક બની શકે છે
શરીરને હાઇડ્રેટ કરવાનો પ્રયાસ કરો
ધીમી ગતિએ ચાલવું ફાયદાકારક સાબિત થઈ શકે છે
ફોલોઅપ ચેકઅપ કરાવતા રહો
યોગ્ય ડાયટ પણ રિકવરીમાં મહત્વનો રોલ નિભાવે છે
તમારા ભોજનમાં મીઠુંને ઓછું કરો
ઓઇલી ફૂડને પણ અવોઇડ કરો
આ સિવાય ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.
સમયાંતરે કિડની ફંક્શન ટેસ્ટ, ECG લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવો
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )