Hun To Bolish : હું તો બોલીશ : 'ડીજે'એ કરાવ્યું ધીંગાણું !
Hun To Bolish : હું તો બોલીશ : 'ડીજે'એ કરાવ્યું ધીંગાણું !
મહીસાગર જિલ્લાનું લુણાવાડા....લાલસર ચોકડી પાસે બે ડિજે માલિકોએ જાહેર રસ્તા પર જ સ્પર્ધા લગાવી.. એક ડિજે વાગી રહ્યું હતુ.. ત્યારે જ બીજા ડિજે લાવીને સ્પર્ધા કરવામાં આવી.. ડિજેના ઘોંઘાટથી સ્થાનિકો પણ પરેશાન થયા.. અને જોતજોતામાં આ સ્પર્ધા મારામારીમાં ફેરવાઈ ગઈ.. બંન્ને ડિજેના લોકોએ એકબીજા પર લાકડીથી વાર પ્રહાર કરતા જોવા મળ્યા.. આટલું ઓછું હોય તેમ ડિજે નીચે ઉતરીને એકબીજા સાથે છુટ્ટાહાથની મારામારી પણ કરી.. મારામારીની આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા.. તો ઘટના બાદ કોઠંબા પોલીસે જાહેરમાં સ્પર્ધા યોજી લોકો માટે મુશ્કેલી ઉભી કરનાર ડીજે માલિક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી.. પ્રદીપકુમાર ચૌહાણ, સચિન ચૌહાણ, કલ્પેશ ઠાકોર, અજય પરમાર, જીગર ઝાલા સહિત અન્ય લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી..





















