Summer Health Tips: શું ખરેખર ગરમીમાં બ્લ઼ડ પ્રેશર વધે છે રહો સાવધાન, એક્સ્પર્ટથી સમજો કનેકશન
ગરમ હવામાનમાં વધુ પડતો પરસેવો થવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે અને ડિહાઇડ્રેશનની સ્થિતિ ઉત્પન્ન થવા લાગે છે. આનાથી બ્લડ પ્રેશરમાં ઘટાડો પણ થઈ શકે છે.
Summer Health Tips:ઉનાળામાં લોકો હિટવેવના કારણે અનેક પ્રકારની સમસ્યાથી પીડાઇ છે. બીપીના દર્દીઓ માટે આ ઋતુ મુશ્કેલ માનવામાં આવે છે, કારણ કે ઉચ્ચ તાપમાન પણ બીપીને અસર કરે છે. લો બીપીના દર્દીઓએ આ સિઝનમાં ખાસ કાળજી લેવી જોઈએ..
હવામાનની આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર પડે છે અને ઘણી બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. હાલ હિટવેવે મૌસમનો મિજાજ ગરમ કરી દીધો છે. ઘણી જગ્યાએ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું છે. આ સિઝનમાં ઉંચુ તાપમાન અને વધુ પડતી ભેજ લો બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સમસ્યા સર્જી શકે છે. ઉનાળામાં તાપમાનમાં વધારાની સીધી અસર બ્લડપ્રેશર પર પડે છે અને બીપી ઝડપથી ઘટી જવાનો ખતરો રહે છે. આજે અમે તમને જણાવીશું કે બીપી અને ગરમી વચ્ચે શું સંબંધ છે.
બ્લડ પ્રેશરના દર્દીઓને શિયાળામાં હાઈ બીપી થવાનું જોખમ હોય છે, જ્યારે ઉનાળામાં લો બીપી થવાનું જોખમ વધી જાય છે. જ્યારે તાપમાન ઘટે છે, ત્યારે આપણી રક્તવાહિનીઓ સંકોચાય છે અને બ્લડ પ્રેશર વધવા લાગે છે. બીજી તરફ, ઉનાળામાં વધુ તાપમાનને કારણે, રક્તવાહિનીઓ વિસ્તરે છે અને બીપી ઘટવા લાગે છે. આ ઋતુમાં બીપીના દર્દીઓએ ખાસ કાળજી લેવી જોઈએ અને બ્લડ પ્રેશરનું નિયમિત મોનિટરિંગ કરતા રહેવું જોઈએ.
ગરમ હવામાનમાં વધુ પડતો પરસેવો થવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે અને ડિહાઇડ્રેશનની સ્થિતિ ઉત્પન્ન થવા લાગે છે. આનાથી બ્લડ પ્રેશરમાં ઘટાડો પણ થઈ શકે છે. આ સિવાય ઉનાળામાં વધુ પડતો પરસેવો થવાથી લોકોના શરીરમાં મીઠાની ઉણપ થઈ શકે છે, જેનાથી બીપી લો થઈ શકે છે. મીઠામાં મળતું સોડિયમ બ્લડ પ્રેશર જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં તેની ઉણપ લો બીપી તરફ દોરી શકે છે.
નિષ્ણાતોના મતે, પુખ્ત વયના લોકોનું સામાન્ય બ્લડ પ્રેશર 120/80 mm Hg છે. સરળ ભાષામાં, જ્યારે વ્યક્તિનું સિસ્ટોલિક દબાણ 120 કે તેથી ઓછું હોય અને ડાયસ્ટોલિક દબાણ 80 કે તેથી ઓછું હોય, તો તેને સામાન્ય ગણવામાં આવે છે. જ્યારે વ્યક્તિનું સિસ્ટોલિક દબાણ 120-129 mm Hg હોય અને ડાયસ્ટોલિક દબાણ 80 mm Hg હોય, તો તેને બોર્ડર ગણવામાં આવે છે. જ્યારે સિસ્ટોલિક દબાણ 130-139 mm Hg અને ડાયસ્ટોલિક દબાણ 80-89 mm Hg હોય, તો તેને સ્ટેજ 1 હાઇપરટેન્શન તરીકે ગણવામાં આવે છે. જ્યારે સિસ્ટોલિક દબાણ 140 mm Hg અને ડાયસ્ટોલિક દબાણ 90 mm Hg કે તેથી વધુ હોય, તો તેને સ્ટેજ 2 હાઇપરટેન્શન તરીકે ગણવામાં આવે છે. જો બીપી આનાથી વધુ હોય તો તેને હાઈપરટેન્સિવ કટોકટી કહેવાય છે. લોકોએ સમય-સમય પર તેમનું બીપી તપાસવું જોઈએ અને જો તે વધુ કે ઓછું હોય, તો ડૉક્ટરની સલાહ લેવી જોઇએ
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )