Caffiene For Health: એનર્જી બૂસ્ટર કોફીનું સેવન આ લોકો ભૂલથી પણ ન કરવું, થશે આ નુકસાન
ચા અને કોફીમાં જોવા મળતું કેફીન તણાવ ઘટાડે છે, આરામ આપે છે અને એક્ટિવ રાખે છે. પરંતુ ક્યારેક આ કેફીન શરીરને નુકસાન પણ કરે છે. ચાલો જાણીએ કેફીનના ફાયદા શું છે અને તેના સંભવિત નુકસાન શું છે.
Caffiene For Health: ચા અને કોફીમાં જોવા મળતું કેફીન તણાવ ઘટાડે છે, આરામ આપે છે અને એક્ટિવ રાખે છે. પરંતુ ક્યારેક આ કેફીન શરીરને નુકસાન પણ કરે છે. ચાલો જાણીએ કેફીનના ફાયદા શું છે અને તેના સંભવિત નુકસાન શું છે.
થાક લાગે ત્યારે ચા કે કોફી પીવાની તીવ્ર ઈચ્છા થવી સામાન્ય છે. ખરેખર, ચા કે કોફીમાં કેફીન હોય છે. જે માથાનો દુખાવો, થાક અને ઉર્જાનો અભાવ મટાડે છે અને ત્વરિત ઉર્જા આપે છે. વાસ્તવમાં, ચા અને કોફીમાં જોવા મળતું કેફીન મનમાંથી તણાવ દૂર કરે છે, તેને આરામ આપે છે અને સક્રિય કરે છે. પરંતુ ક્યારેક આ કેફીન શરીરને નુકસાન પણ કરે છે. ચાલો જાણીએ કેફીનના ફાયદા શું છે અને તેના સંભવિત નુકસાન શું છે.
કેફીના ફાયદા
એક વ્યક્તિ એક દિવસમાં 400 એમજી કેફીનની જરૂરત હોય છે. કેફિન થકાવટ, ભૂખ,નબળાઇના લક્ષણોને દૂર કરે છે. કેફિન યુક્ત પીણું કે ફૂડ લેવાથી તે બ્લડમાં મિક્સ થઇ જાય છે અને મગજની થકાવટને દૂર કરીને એક્ટિવ કરી દે છે. તેનાથી કમજોરી અને ભૂખ મહેસૂસ નથી થતી અને વ્યક્તિ તરોતાજા મહેસૂસ કરે છે. કેફીન કોકોના પ્લાન્ટમાં મળનાર સ્ટીમૂલેન્ટ છે. જે નર્વસ સિસ્ટમને ન્યૂરોટ્રાસમીટરને બ્લોક કરે છે. જે આપને થકાવટ અને ભૂખ મહેસૂસ કરાવે છે. કેફિનની ખાસિયત એ છે કે, તેના સેવનથી શરીરમાં ખુશી અને ઉતેજના મહેસૂસ કરાવતા ડોપામાઇન અને એડ્રેનેલિન હોર્મોન એક્ટિવ થાય છે. તેનાથી વ્ય્કિત ખુદને તરોતાજા મહેસૂસ કરે છે.
કેફીનના વધુ પડતા સેવનના ગેરફાયદા
- મોટાભાગના લોકો ચા અને કોફી દ્વારા કેફીનનું સેવન કરે છે. આ સિવાય કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ, કોલ્ડ કોફી, ચોકલેટ વગેરે દ્રારા પણ કેફીન લે છે.
- જો જોવામાં આવે તો કોફીની સરખામણીમાં ચામાં કેફીન ઓછું હોય છે. એક કપ કોફીમાં ત્રણ ચા જેટલી કેફીન હોય છે, તેથી જો તમે દિવસમાં ત્રણ ચા અથવા એક કપ કોફી પીઓ છો, તો તમે યોગ્ય માત્રામાં કેફીનનો ઉપયોગ કરી શકશો. આના કરતાં વધુ કેફીનનું સેવન શરીરને નુકસાન પહોંચાડે છે.
- જો કેફીન લિમિટ કરતા વધારે લેવામાં આવે તો વધુ પેશાબ આવે છે, જેના કારણે શરીરમાં પાણીની કમી થઈ શકે છે.
- વધુ પડતા કેફીનનું સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસીસ થઈ શકે છે.
આ લોકોએ કેફીનનું સેવન ન કરવું જોઈએ
જે લોકોને હાર્ટ પ્રોબ્લેમ હોય અથવા જેઓ હાઈ બીપીથી પીડાતા હોય તેમણે વધુ પડતું કેફીન ન લેવું જોઈએ.સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ વધારે પ્રમાણમાં કેફીનનું સેવન ન કરવું જોઈએ.જે લોકોને અનિંદ્રાની સમસ્યા હોય અથવા ગેસ્ટ્રોની સમસ્યા હોય, તેઓએ કેફીનનું સેવન ન કરવું જોઈએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )