શોધખોળ કરો
Health Alert: શું દૂધ તમારા માટે 'ઝેર' છે? આ 6 લોકોએ ભૂલથી પણ ન પીવું જોઈએ, જાણો નુકસાન
લેક્ટોઝ ઇન્ટોલરન્સથી લઈને હૃદયરોગ સુધી: જો તમને આ સમસ્યાઓ હોય તો દૂધનું સેવન સ્વાસ્થ્ય બગાડી શકે છે; જાણો કોણે સાવધ રહેવાની જરૂર છે.
Side Effects of Milk: બાળપણથી જ આપણને શીખવવામાં આવે છે કે દૂધ (Milk) એ સંપૂર્ણ આહાર છે અને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સનો ભંડાર ગણાતું દૂધ હાડકાં મજબૂત કરે છે તે વાત સાચી, પરંતુ શું તમે જાણો છો કે આ જ દૂધ દરેક વ્યક્તિ માટે ફાયદાકારક નથી હોતું? સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, અમુક શારીરિક પરિસ્થિતિઓમાં દૂધનું સેવન ફાયદાને બદલે ગંભીર નુકસાન (Side Effects) પહોંચાડી શકે છે. અહીં એવા 6 પ્રકારના લોકો વિશે માહિતી આપી છે, જેના માટે દૂધનું સેવન મુસીબત બની શકે છે.
1/7

1. લેક્ટોઝ ઇન્ટોલરન્સ (Lactose Intolerance) ધરાવતા લોકો આજના સમયમાં મોટી સંખ્યામાં લોકો લેક્ટોઝ ઇન્ટોલરન્સની સમસ્યાથી પીડાય છે. આવા લોકોના શરીરમાં લેક્ટેઝ એન્ઝાઇમની ઉણપ હોય છે, જે દૂધ પચાવવા માટે જરૂરી છે. જો આવા લોકો દૂધ પીવે તો તેમને પેટનું ફૂલવું (Bloating), ગેસ, પેટમાં દુખાવો કે ડાયેરિયા જેવી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
2/7

2. દૂધની એલર્જી (Milk Allergy) ધરાવતા લોકો ઘણા લોકોને દૂધમાં રહેલા પ્રોટીનથી એલર્જી હોય છે. આવા કિસ્સામાં દૂધ પીવાથી ત્વચા પર લાલ ચકામાં, ખંજવાળ, સોજો આવવો કે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ લક્ષણોને સામાન્ય ગણવાની ભૂલ ન કરવી જોઈએ.
Published at : 20 Jan 2026 08:15 PM (IST)
આગળ જુઓ
Advertisement





















