શોધખોળ કરો

ફાસ્ટફૂડ ખાતાં પહેલા તેના આ નુકસાન જાણી લો, થઇ શકે છે આ બીમારી

મૂડ બદલવો હોય, પાર્ટી કરવી હોય કે રજા માણવી હોય... આ બધું કરવાની સરળ રીત એ છે કે તમારું મનપસંદ ફાસ્ટ ફૂડ ઓનલાઈન ઓર્ડર કરો અને પછી સ્વાદને લિજ્જતથી માણો

Fastfood : મૂડ બદલવો હોય, પાર્ટી કરવી હોય કે રજા માણવી હોય... આ બધું કરવાની સરળ રીત એ છે કે તમારું મનપસંદ ફાસ્ટ ફૂડ ઓનલાઈન ઓર્ડર કરો અને પછી સ્વાદને લિજ્જતથી માણો

ટેસ્ટી એટલે ફાસ્ટ ફૂડ અથવા એમ પણ કહો તો ચાલે કે, ફાસ્ટ ફૂડ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. કારણ કે તેના સ્વાદના કારણે જ કંટ્રોલ કરવું મુશ્કેલ થઇ જાય છે.

સ્વાદ બદલવા અને મૂડ બનાવવા માટે ફાસ્ટ ફૂડ ખાવામાં આવે તો કોઈ વાંધો નથી. પરંતુ હાલ યંગસ્ટર્સની રોજીંદી જિંદગીનો તે એક હિસ્સો બની ગયો છે.  હવે નાના બાળકો પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે. જેના કારણે આરોગ્ય બગડવાની ચિંતા જ નહીં પરંતુ પેઢીઓ બગડવાની ચિંતા આરોગ્ય નિષ્ણાતોને સતાવી રહી છે. કારણ કે જે બાળકો દરરોજ ફાસ્ટ ફૂડ ખાય છે તેમને શરીરને પૂરેપૂરું પોષણ મળતું નથી અને ઇમ્યનિટી ડાઉન થતાં રોગિષ્ટ બની જાય છે.

માથાનો દુખાવો

જે લોકો નિયમિતપણે ફાસ્ટફૂડ  ખાય છે, તેઓ વારંવાર માથાનો દુખાવોની ફરિયાદ કરે છે. આ સમસ્યા અમુકમાં ઓછી અમુકમાં વધુ જોવા મળે છે. માથાનો દુખાવો થવાનું કારણ ફાસ્ટ ફૂડની વધુ પડતું સેવન જ છે.  મોટાભાગના ફાસ્ટ ફૂડમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે

ત્વચાની સમસ્યાઓ

જે યુવાનો અને કિશોરો પુષ્કળ પ્રમાણમાં ફાસ્ટ ફૂડ ખાય છે, તેઓને ત્વચાની સમસ્યા થવા લાગે છે. ખાસ કરીને ખીલ થવા, ચહેરા ડલ થઇ જવો , સ્કિન ઢીલી પડી જવી, રિંકલ પડી જવા,  વગેરે સમસ્યા થઇ શકે છે.

દાંતનો દુઃખાવા

આ વાત તમને આશ્ચર્યમાં મૂકી શકે છે, પરંતુ જે લોકો નિયમિતપણે ફાસ્ટ ફૂડ ખાય છે, તેમના દાંતની ઉંમર થોડી ઓછી થાય છે અને દાંતમાં અનેક પ્રકારની સમસ્યાઓ પણ શરૂ થાય છે. આનું કારણ એ છે કે, ફાસ્ટ ફૂડમાં મીઠું-ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સ ઉચ્ચ ટકાવારી ધરાવે છે અને તેઓ એકસાથે જે એસિડ બનાવે છે, તે દાંતના બાહ્ય પડને લગભગ બગાડે છે, જેના કારણે દાંતમાં પોલાણની સમસ્યા શરૂ થાય છે.

હાંફ ચઢવી

વારંવાર શ્વાસ ચઢવો કે શ્વાસ લેવામાં તકલીફ, ફાસ્ટ ફૂડ ખાનારા લોકોને પણ આ સમસ્યા થાય છે. આવું થવાના ઘણા કારણો છે જેમ કે શરીરને પોષણ ન મળવાને કારણે નબળાઈ આવવી, એનર્જીનો અભાવ અને વજન વધવું વગેરે. જ્યારે આવું થાય છે, ત્યારે થોડું શારીરિક કામથી પણ  શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

હૃદય રોગ

ફાસ્ટ ફૂડનું રોજિંદું સેવન માત્ર જીવલેણ રોગને પણ નોતરે  છે. આનું કારણ એ છે કે દરરોજ ફાસ્ટ ફૂડ ખાનારાઓ માટે હૃદય રોગનું જોખમ અનેકગણું વધી જાય છે. તેનું કારણ શરીરમાં બે  કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે  છે.

આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે

એવા ઘણા ઓછા લોકો છે, જેમને ફાસ્ટ ફૂડ ખાધા પછી પણ ચરબી વધવાની સમસ્યા નથી થતી. આ તેમની આનુવંશિકતા અને ચયાપચયને કારણે હોઈ શકે છે. જ્યારે મોટાભાગના લોકોના શરીરમાં વધારાની કેલરી અને બિનઆરોગ્યપ્રદ ચરબીના કારણે સ્થૂળતા વધે છે, જે અનેક બીમારીઓને જન્મ આપે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget