Feeling Dizzy: શું આપને કાળઝાળ ગરમીમાં ચક્કર આવી જાય છે, હોઇ શકે છે આ કારણ, ઉપાય જાણી લો
કાળઝાળ ગરમીમાં મોટાભાગની વ્યક્તિને અલગ-અલગ પ્રકારની સમસ્યાઓ થાય છે. આ લેખમાં એવા લોકો માટે ઉપાયો આપવામાં આવ્યા છે જેમને વધુ ગરમીને કારણે ચક્કર આવવા, માથાનો દુખાવો અને માથુ ભારે થવાની સમસ્યા રહે છે.
Feeling Dizziness: કાળઝાળ ગરમીમાં મોટાભાગની વ્યક્તિને અલગ-અલગ પ્રકારની સમસ્યાઓ થાય છે. આ લેખમાં એવા લોકો માટે ઉપાયો આપવામાં આવ્યા છે જેમને વધુ ગરમીને કારણે ચક્કર આવવા, માથાનો દુખાવો અને માથુ ભારે થવાની સમસ્યા રહે છે.
શું તમને તડકા અને ગરમીને કારણે ચક્કર આવે છે? અથવા ઉનાળાની ઋતુમાં કસરત કર્યા પછી તમારું માથું ફરવા લાગે છે? જો આ પ્રશ્નોના તમારા જવાબ હા છે, તો ચિંતા કરશો નહીં કારણ કે તમારી જેમ લાખો લોકો આ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યાં છે અને અમે તમારા માટે આ સમસ્યામાંથી બહાર આવવા માટે કેટલીક અસરકારક ટિપ્સ લઈને આવ્યા છીએ. અહીં તમને આ સમસ્યાઓના કારણો શું છે અને તેના ઉકેલ શું છે તે વિશે મહત્વપૂર્ણ બાબતો કહેવામાં આવી છે.
વધુ પરસેવો થવો
સામાન્ય રીતે ચક્કર આવવાની સમસ્યા એ લોકોમાં વધુ જોવા મળે છે જેઓ ઉનાળાની ઋતુમાં ખૂબ પરસેવો થાય છે. જેના કારણે શરીરમાંથી પાણી ઓછું થઇ જાય છે. આ કારણે ચક્કર આવે છે. ઉકેલ માટે પુરતુ પાણી પીવું, ફ્રૂટ જ્યુસ પીવું, ઉપરાંત લીંબુ પાણી, ઈલેક્ટ્રોલ સોલ્યુશન, નારિયેળ પાણી વધુ માત્રામાં પીવું જોઈએ.
બીપી લો રહેવું
ઉનાળાની ઋતુમાં ચક્કર આવવાનું એક કારણ લો બ્લડ પ્રેશર પણ હોઇ શકે છે. જ્યારે તમને વધુ પડતી ગરમીને કારણે ચક્કર આવે છે, તો તમારે તમારું બ્લડ પ્રેશર તપાસવું જોઈએ. જ્યારે બીપી ઓછું હોય, ત્યારે તમે નમક અને ખાંડનો ઘોલ પી શકો છો. તેનાથી રાહત થાય છે.ગરમીમાં આ તમામ સમસ્યાથી રાહત મેળવવા માટે પુરતી પાણી પીવું જરૂરી છે.
લૂ લાગવી પણ એક કારણ
ઉનાળાની ઋતુમાં હીટસ્ટ્રોકને કારણે ચક્કર આવવાની સમસ્યા પણ રહે છે. ચક્કર આવવાની સાથે જો તમને માથાનો દુખાવો, ભૂખ ન લાગવી, પરસેવો આવવો, નબળાઈ લાગવી જેવી સમસ્યાઓ થઈ રહી હોય તો આ હીટસ્ટ્રોકના લક્ષણો હોઈ શકે છે. આ સ્થિતિમાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )